(જી.એન.એસ),તા.૨૯
બેંગ્લુરુ,
રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 84 રનની ઈનિગ્સ રમ્યા બાદ ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આઈપીએલ 2024ની 9મી મેચ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાય હતી. તેમણે આ રેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના વિરાટ કોહલીને પણ પાછળ છોડ્યો છે. રિયાગ પરાગે દિલ્હી વિરુદ્ધ 84 રનની ઈનિગ્સ રમી હતી. આ ઈનિગ્સના દમ પર તેના નામે આઈપીએલ 2024માં 127 રન થઈ ગયા છે. તેમની આગળ હવે માત્ર સનરાઈઝર્સ હૈદરાબાદનો હેનરિક ક્લાસેન છે. જેમણે 143 રન બનાવ્યા છે અને તે ટોપ પર છે. તો વિરાટ કોહલી 98 રનની સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ 5 બેટ્સમેનની વાત કરીએ તો હેનરિક ક્લાસેન, રિયાન પરાગ અને વિરાટ કોહલી સિવાય આ લિસ્ટમાં અન્ય 2 ખેલાડીઓ ભારતીય છે. આરઆરના કેપ્ટન સંજુ સેમસન ચોથા સ્થાને તો સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા 5માં સ્થાને છે.
IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે. તો આજે જાણીએ આ બંન્ને રેસમાં ક્યા ખેલાડીઓ આગળ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મુસ્તફિઝર રહમાન આઈપીએલ 2024ની શરુઆતથી જ પર્પલ કેપ પર ધાક જમાવીને બેઠો છે. તે આ લિસ્ટમાં પહેલા સ્થાને છે. તેમણે અત્યારસુધી રમેલી 2 મેચમાં 6 વિકેટ લીધી છે. રાજસ્થાન અને દિલ્હીની મેચ બાદ ટોપ 5 બોલરમાં યુઝવેન્દ્ર ચહલની એન્ટ્રી થઈ ચૂકી છે. ચહલે દિલ્હી વિરુદ્ધ 3 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ લીધી હતી. હવે તેના નામે આઈપીએલ 2024માં 3 વિકેટ થઈ ચૂકી છે. ટોપ 5માં મુસ્તફિઝુરને છોડી અન્ય 4 બોલરના નામે 3-3 વિકેટ છે. રિયાગ પરાગને રાજસ્થાન રોયલ્સે 2019માં ખરીદ્યો હતો, 2022ના મેગા ઓક્શનનમાં રાજસ્થાને મોટી રકમ ખર્ચ કરી રિયાનને મોટી રકમ ખર્ચીને ખરીદ્યો અને નિષ્ફળતા છતાં તેને જાળવી રાખ્યો. આખરે આ સિઝનમાં તે ફોર્મમાં આવી ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.