Home દેશ - NATIONAL રાજસ્થાનમાં ચિતૌડગઢમાં હવામાન ખરાબ થતાં પડેલી વીજળીના કારણે ત્રણ લોકોના મોત

રાજસ્થાનમાં ચિતૌડગઢમાં હવામાન ખરાબ થતાં પડેલી વીજળીના કારણે ત્રણ લોકોના મોત

9
0

(જી.એન.એસ),તા.૨૭

રાજસ્થાન,

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે થઈ ગયેલા મતદાન દરમ્યાન હવામાને પલ્ટી મારી હતી. જો કે, આજના હવામાને સવારથી જ પોતાનો મિજાજ બદલેલો હતો. પણ બપોર બાદ પલ્ટી મારીને જીવલેણ સાબિત થયું હતું. હવામાન ખરાબ થતાં ચિતૌડગઢમાં પડેલી વીજળીના કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે. તો વળી અજમેર સહિત કેટલાય વિસ્તારમાં જોરદાર વરસાદ થયો હતો. હવામાન ખરાબ થતાં સૌથી વધારે કહેર ચિતો઼ડગઢ જિલ્લામાં જોવા મળ્યો હતો. અહીં રાવતભાટા વિસ્તારમાં આકાશીય વિજળી પડતા ત્રણ લોકોના દુખદ મોત થઈ ગયા હતા. તો વળી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, અહીં સવારથી આકાશમાં કાળા છવાયેલા છે. તેની સાથે જ હવામાન વિભાગની ચેતવણી અનુસાર, જિલ્લાના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો.

રાવતભાટા વિસ્તારમાં ભૂંજર કલા ગામમાં આકાશીય વિજળી પડવાથી 3 લોકોના મોત થઈ ગયા હતા. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. બપોર બાદ અજમેરના વિજયનગર ઉપખંડમાં અચાનક ભારે વરસાદ થઈ ગયો હતો. વરસાદથી મતદાનમાં પણ ખલેલ પડી અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અજમેરના કેકડીમાં પણ સારો વરસાદ થયો હતો. જયપુર ગ્રામિણ વિસ્તારમાં ચાકસૂમાં પણ અચાનક વરસાદથી હવામાન ખરાબ થઈ ગયું. ત્યાં પણ ભારે હવાઓ સાથે વરસાદ શરુ થયો. આ દરમ્યાન ચણા જેવડા કરા પડ્યા હતા. ભારે પવનથી કેટલીય જગ્યાએ ઝાડ પડી ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્ષચેન્જ મેળો યોજાયો
Next articleસંદેશખાલીમાં 12 કલાક સુધી ઓપરેશન, દરોડા દરમિયાન પોલીસ રિવોલ્વર અને વિદેશી બનાવટના હથિયારોનો જથ્થો મળી આવ્યો