Home દેશ - NATIONAL રાજસ્થાનને ગેહલોત સરકારે કોંગ્રેસ પાર્ટીનું એટીએમ બનાવી દીધુ : અજમેરમાં અમિત શાહ

રાજસ્થાનને ગેહલોત સરકારે કોંગ્રેસ પાર્ટીનું એટીએમ બનાવી દીધુ : અજમેરમાં અમિત શાહ

20
0

(GNS),18

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે તેઓ રાજસ્થાનને તેનું એટીએમ માને છે અને તેમના દિલ્હીના નેતા પૈસા ઉપાડવા માટે આ આ કાર્ડ સ્વાઈપ કરે છે. અજમેરના વિજયનગરમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કોંગ્રેસે તેની વોટબેંક જાળવી રાખવા માટે તુષ્ટિકરણની રાજનીતિની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે જણાવ્યુ કે ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ, બળાત્કાર અને મહિલાઓ વિરુદ્ધ અન્ય અપરાધ, સાઈબર ક્રાઈમ અને મોંઘવારી ઈન્ડેક્સના મામલે રાજ્ય નંબર વન પર છે.. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનને એટીએમ સમજી લીધુ છે. જ્યાં દિલ્હીના તેમના નેતાઓ કાર્ડ સ્વાઈપ કરે છે. પૈસા પરત લઈ લો, આવી સરકારને બહારનો રસ્તો બતાવી દેવો જોઈએ. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે “વોટ બેંકની રાજનીતિ માટે રાજસ્થાનમાં ગેહલોત સરકારે તમામ હદો પાર કરી દીધી છે. ઉદયપુરમાં ધોળા દિવસે કન્હૈયાલાલની હત્યા કરી દેવામાં આવી, પરંતુ તેમના મોં માંથી એક શબ્દ સુદ્ધા ન નીકળ્યો.”..

શાહે જણાવ્યુ કે કોંગ્રેસે રાજસ્થાનને તોફાનોનું રાજ્ય બનાવી દીધુ છે. રાજ્યમાં 25 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે પરિણામ આવશે. જો કોંગ્રેસ ફરી સત્તામાં આવશે તો પ્રતિબંધિત પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠનોને ખુલ્લી છૂટ મળી જશે અને રાજસ્થાન ક્યારેય સુરક્ષિત નહીં રહે. તેમણે જણાવ્યુ કે તમે પાંચ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર જોઈ, આ પાંચ વર્ષમાં કોંગ્રેસે સૌથી મોટુ કામ ભ્રષ્ટાચાર કરવાનું કર્યુ છે. રાશનમાં પણ એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ.. અમિત શાહે કહ્યુ કે મારા જીવનમાં મે ક્યારેય આવી ભ્રષ્ટ સરકાર નથી જોઈ. આજે તમને બધાને વચન આપુ છુ કે મોદીજીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર બનશે તો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે અને જેમણે પણ રૂપિયા ખાધા છે તેમને ઉલ્ટા લટકાવી સીધા કરવાનું કામ કરવામાં આવશે. અમિત શાહે ઉમેર્યુ કે હું દેશભરમાં ફરુ છુ, પરંતુ આવી નકામી સરકાર નથી જોઈ. આ સરકાર ના તો મહિલાઓને સુરક્ષા આપી શકી છે ન તો કાયદો વ્યવસ્થા જાળવી શકી છે. તેમણે કહ્યુ આજકાલ ગેહલોત સાહેબ લાલ શર્ટ જોઈને ચિડાઈ જાય છે અને લાલ ડાયરીના કાળા કારનામાથી ગેહલોત સાહેબ ડરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના પિતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપફેક અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી