Home ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રો અને એ.પી.એમ.સી...

રાજયના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રો અને એ.પી.એમ.સી માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

21
0

(G.N.S) dt. 30

વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો


હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને ગુજરાતના દાહોદ તેમજ અન્ય જિલ્લાઓમાં પવન સાથે છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે તેમ, છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતો અને એ.પી એમ.સીના વેપારીઓ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી જોઈએ અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ.ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલડે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જણાવાયું છે.

આ ઉપરાંત એ.પી એમ સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી. એમ.સીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી. નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા વધુમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત સરકારના ઉદ્યોગ (MSME), નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મલેશિયાની મુલાકાતે
Next articleગુજરાત રાજ્ય માહિતી કમિશનર શ્રી કે. એમ. અધ્વર્યુ અને શ્રી વી. પી. પંડ્યાનો કાર્યકાળ પૂર્ણ થતા ગાંધીનગર ખાતે વિદાય સમારોહ યોજાયો