Home રમત-ગમત Sports રાજકોટ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી, ભારતીય ટીમ ઘણી મજબુત જોવા...

રાજકોટ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી, ભારતીય ટીમ ઘણી મજબુત જોવા મળી

43
0

(જી.એન.એસ),તા.૧૭

રાજકોટ,

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ખૂબ જ તોફાની સ્ટાઈલમાં બોલિંગ કરીને મુલાકાતી ટીમની બેટિંગ લાઈનઅપને તોડી નાખી હતી. મોહમ્મદ સિરાજે રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં શાનદાર બોલિંગ કરી, 4 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગને 319 રનમાં ઓલ આઉટ કરવામાં મોટી ભૂમિકા ભજવી. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સૌથી વધુ 153 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 131 રન બનાવ્યા જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 112 રનનું યોગદાન આપ્યું. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે પ્રથમ દાવમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. રેહાન અહેમદે 2 વિકેટ લીધી હતી. જેમ્સ એન્ડરસન, જો રૂટ અને ટોમ હાર્ટલીને 1-1 વિકેટ મળી હતી. ભારતે બીજા દાવમાં બીજા સેશનમાં રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ઈનિંગની કમાન સંભાળી હતી. રોહિત શર્મા 28 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને આઉટ થયો હતો. જો રૂટે તેની વિકેટ લીધી હતી.  રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે અને ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ જોરદાર શરૂઆત બાદ વિખેરાઈ ગઈ હતી. રવિચંદ્રન અશ્વિનની ગેરહાજરી છતાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 319 રનમાં ઓલઆઉટ કરીને 126 રનની લીડ મેળવી હતી. ડકેટ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ઈંગ્લેન્ડ માટે અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાંથી રવિચંદ્રન અશ્વિન બહાર
Next articleગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ