Home ગુજરાત ગાંધીનગર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના વધુ છ મૃતદેહો પરત સોંપવામાં આવ્યા  

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના વધુ છ મૃતદેહો પરત સોંપવામાં આવ્યા  

28
0

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર/રાજકોટ,

સ્પેશ્યલ પીપી તરીકે તુષાર ગોકાણી ની નિમણૂક કરવામાં આવી

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના વધુ છ મૃતદેહો પરત સોંપવામાં આવ્યા છે. તેની સાથે સ્પેશ્યલ પીપી તરીકે તુષાર ગોકાણીને નીમવામાં આવ્યા છે. જો કે  સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટમાં કમસેકમ 48 કલાકનો સમય જતો હોય છે. અત્યાર સુધીમાં કુલ નવ લોકોના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂરી થઈ છે. અત્યાર સુધીની તમામ ઘટનાઓમાં પહેલી વખત ડીએનએ ટેસ્ટના આટલા ઝડપી પરિણામ આપવાના આવ્યા. રાજકોટ ગેમઝોનની કરુણાંતિકા એફએસએલની ઝડપી સરાહનીય કામગીરી રહી છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓની ઓળખ એફએસએલની મદદથી કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડના મૃતદેહો રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા હતા. અગ્નિમાં બળી ગયેલા મૃતદેહો રીતસરનો કોલસો થઈ ગયા હતા. આ મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. તેના લીધે તેના માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવાઈ છે. આ ડીએનએ ટેસ્ટ માટે તેમના નમૂના ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફોરેન્સિક લેબોરેટરી આ નમૂનાઓની ચકાસણી કરીને તેના સગાસંબંધીઓ સાથે તેમનો ડીએનએ મેચ કરીને મૃતદેહની ઓળખ કરે છે. ગુજરાતના ઇતિહાસમાં કદાચ એફએસએલે પહેલી વખત આટલા બધા મૃતદેહોની આ રીતે ચકાસણી કરવાની આવી હશે. આમ છતાં પણ એફએસએલ તેનું કામકાજ ત્વરિત ગતિથી કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર ખાતે મત ગણતરી સાથે સંકળાયેલ અધિકારી- કર્મયોગીઓના તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા
Next articleપદ્મશ્રી વૈદ્યરાજ હેમચંદ્ર માંઝી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી