Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ માટે આરએમસી કમિશનર જવાબદાર, ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના...

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ માટે આરએમસી કમિશનર જવાબદાર, ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર: ગુજરાત હાઇકોર્ટ  

28
0

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ/રાજકોટ,

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને જવાબદાર ગણાવ્યા હતા.  જવાબદાર પક્ષકારોને 31 મે સુધીમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ પણ હાઇકોર્ટે આપ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મહાનગર પાલિકા (આરએમસી)ના કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ આરએમસી કમિશનર જવાબદાર છે. આપણે જે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની જવાબદારી પ્રશાસનની છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાઈકોર્ટના હુકમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ અધિકારીઓ સામે પગલા લઈ સરકાર સસ્પેન્ડ કરે. સંલગ્ન ચીફ ફાયર ઓફિસરને સોગંદનામા પર વિગતો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આગની દુર્ઘટનાઓ નિર્દોષોના જીવ માટે ખલનાયક બની છે.

બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર હોબાળો કરવામાં આવ્યો હતો. સ્વજનોની ભાળ મેળવવા રાહ જોઇ રહેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્રણ દિવસ વિત્યા છતા ગુમ થયેલાઓની ભાળ ન મળતા પરિવારજનો ગુસ્સે થયા હતા. તાત્કાલિક જવાબ આપવાની પરિવારજનોએ માંગ કરી હતી. અમને ક્યારે જવાબ મળશે તેવો પરિવારજનોએ સવાલ કર્યો હતો.

મૃતકોના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. મીડિયાની વાત ન માનવાની રાજકોટ પોલીસ વાતો કરી રહી છે. ઈમરજન્સી નંબર પર સંપર્ક કરવાની રાજકોટ પોલીસે અપીલ કરી હતી. પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોનું મિસિંગ લિસ્ટ છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ  કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. એસઆઈટી ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે. આ કરુણ દૂરઘટનામાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની અટકાયત કરી. સાથે જ બીયરની ટીમ મળી આવતા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગો કાર્ટ બિલ્ડિંગના પ્રથમ માળે સંચાલકની ઓફિસમાંથી ટીન મળી આવ્યાં છે. જેથી બિયરના 8 જેટલા ટીન મળી આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અને સાથેજ રાજકોટ પોલીસ દ્વારા સોળસો રૂપિયાના બિયરના ટીન પણ ઘટનાસ્થળ પરથી કબજે કરવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીએમસી સામે જાહેરાત કેસની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
Next articleઉફ યે ગરમી કબ તક રહેગી..!!??