Home ગુજરાત રાજકોટમાં 6 શખ્સોની દાદાગીરી, લેબોરેટીમાં ઘુસી યુવકને મારમાર્યો, વીડિયો વાઈ૨લ

રાજકોટમાં 6 શખ્સોની દાદાગીરી, લેબોરેટીમાં ઘુસી યુવકને મારમાર્યો, વીડિયો વાઈ૨લ

26
0

રાજકોટ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં વિદ્યાનગર મેઇન રોડ પર વાહન પ૨ બેસવા મામલે 6 શખ્સોની દાદાગીરી કરી હતી અને મંગલમ લેબોરેટરીમાં ઘુસી યુવકને નજીવી બાબતે મારમાર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી મંગલમ લેબોરેટરીમાં કામ કરતા યુવકના બાઇક પર બે આજાણ્યા શખ્સો બેઠા હતા, તેથી લેબોરેટરીમાં યુવકે બાઈક પર ન બેસવાનું જણાવ્યું હતું.

તેનાથી એ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને થોડીવાર બાદ 6 જેટલા શખ્સો લેબોરેટરીમાં ધસી આવ્યા હતા અને પેલા યુવકને બહાર લઈ જઈને તેને મારમાર્યો હતો. આ અંગે યુવકે મીડિયાને જણાવ્યું હતું કે તેણે શાંતિપૂર્વક બાઈક પર બેસેલા લોકોને ત્યાં ન બેસવાનું સૂચન કર્યું હતું

પરંતુ આટલી નજીક બાબતે 6 જેટલા શખ્સો સાથે એ બંને આવ્યા હતા અને તેને મારમાર્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનારી યુવકે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરી છે.

જેના આધારે PI કે.એન.ભુંકણ અને સ્ટાફે વીડીયોમાં દેખાતા અને દાદાગીરી ક૨તા શખ્સોને પકડી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસમીના ધારવણા વિસ્તારમાં ખેતરમાંથી દેશી બંદુક સાથે બે શખ્સો ઝડપાયા
Next articleબનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા 8 ઈસમો ઝડપાયા