Home સૌરાષ્ટ્ર રાજકોટ રાજકોટમાં 125 વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી હજુ પણ...

રાજકોટમાં 125 વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી હજુ પણ છે કાર્યરત

55
0

માતાજીની આરાધનાનો મહાપર્વ એટલે નવરાત્રિ.. અંતિમ અને નવમું નોરતું છે ત્યારે વધતા જતા અર્વાચીન રાસોત્સવ આયોજન વચ્ચે સૌરાષ્ટ્રમાં હજુ પણ પરંપરાગત પ્રાચીન ગરબીઓના આયોજન કરવામાં આવી રહ્યા છે. 125 વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી આજે પણ થઇ રહી છે. રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં અંબા માતાજીનો ગઢ છે. પહેલા ગઢપર સિપાહીઓ રાજકોટની રખેવાળી કરવા બેસતા, ત્યાં માઁ અંબાની સ્થાપ્ના કરવામાં આવેલી ત્યારથી જ આ ગરબી રમાડવામાં આવે છે.

એક માન્યતા પ્રમાણે માં અંબા ગઢમાથી ગરબી રમવા નીચે આવે છે જેથી વર્ષ 1947માં આઝાદી કાળમાં સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનું એક ગરૂડ બનાવી આપેલું જે ત્યારથી લઈ આજ સુધી યથાવત છે. ગરૂડની સવારી કરીને જે બાળક નીચે ઉતરે છે, તે બાળક આખુ વર્ષ બીમાર નથી પડતું. આ તમામ આયોજન ‘જય અંબે’ ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. ગરૂડ ગરબીમાં ગરબીની 37 બાળાઓ સૌપ્રથમ સ્વાગતમાં માં-અંબા જોગણી સ્વરૂપ ગરૂડમાંથી ઉતરે છે અને રાસગરબાની શરૂઆત કરે છે.

આ ગરબીનાં હુડો રાસ, નડિયાદી ફુદેડી રાસ, ત્રિશૂલ રાસ, મશાલ રાસ, સ્ટેચ્યુ રાસ, ઘુમટા રાસ, સિંધી રાસ ખુબ પ્રચલિત છે. રાજકોટની પ્રાચીન અને પ્રખ્યાત એવી ગરુડની ગરબી ખાતે આસ્થાથી દર્શન કરવાં માટે દર વર્ષે હજારો લોકો ઉમટી પડતાં હોય છે. જયારે ગરબીમાં રમતી 37 બાળાઓ સાક્ષાત નારી શક્તિના દર્શન લોકોને કરાવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field