Home ગુજરાત રાજકોટમાં મેયર પદ માટે અડધો ડઝન મહિલા કોર્પોરેટરો વચ્ચે રસાકસી

રાજકોટમાં મેયર પદ માટે અડધો ડઝન મહિલા કોર્પોરેટરો વચ્ચે રસાકસી

17
0

(GNS),11

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકામાં મેયર અને નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરને આવતી કાલે નવા મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત કરાશે. હાલ આ મુદ્દે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં મેયરના મલાઈદાર પદ માટે કોને લોટરી લાગશે તેના પર સૌની નજર છે. પરંતુ હવે રાજકોટના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

રાજકોટના નવા મેયરને લઈને લોબિંગનો ધમધમાટ શરૂ થઈ ગયું છે. મહિલા નગરસેવકોના પતિદેવો દ્વારા ધારાસભ્યો, સાંસદો સુધી ભલામણો શરૂ કરી દેવાઈ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સાશક પક્ષના નેતા અને દંડકની અઢી વર્ષની ટર્મ 12 તારીખે પૂર્ણ થઈ રહી છે. સત્તાધારી ભાજપમાં પદવાંચ્છુંઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા જામી છે. મેયર જેવા મહત્વના પદ માટે સામાન્ય મહિલાનો વારો હોવાથી ૩૪ જેટલા મહિલા કોર્પોરેટરોમાંથી અડધો ડઝન મહિલા કોર્પોરેટરો વચ્ચે રસાકસી ચાલી રહી છે.

આવતીકાલે પ્રદેશ ભાજપમાંથી બંધ કવરમાં આવેલા નામો ખૂલશે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પર સૌ કોઈની નજર છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો નક્કી થયા બાદ જેમાંથી ચેરમેન ચૂંટવામાં આવશે. 15 જેટલી સમિતિઓમાં પણ મહત્વની ગણાતી સમિતિઓ માટે પણ પડાપડી થઈ રહી છે. જ્ઞાતિ અને શિક્ષણને ધ્યાનમાં રાખીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે. આગામી લોકસભાની ચૂંટણી અને કોર્પોરેશનની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી હોશિયાર, અનુભવી અને વહીવટના અનુભવનો ખ્યાલ રાખવામાં આવશે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં અગાઉ હોદ્દાઓ ભોગવી ચુક્યા છે તેવાને નો-રિપીટ કરવા નિર્ણય થી કેટલાયના ગણીત વિખાઈ ગયા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેલૈયામાં નવરાત્રિ માટે ઉત્સાહ, પણ વરસાદ રહ્યો તો નવલાં નોરતાં બગડશે
Next articleસસરા સાથે શારીરિક સંબંધો બાંધવા માટે વહુ તેમની પાસેથી રૂપિયા લેતી, રૂપિયા આપવાની ના પાડતા વિફરાયેલી વહુએ સસરાને મોતને ઘાટ ઉતાર્યાસસરા સાથે શારીરિક સંબંધો બાંધવા માટે વહુ તેમની પાસેથી રૂપિયા લેતી,