Home ગુજરાત રાજકોટમાં પતિએ સગર્ભા મહિલા કોન્સ્ટેબલના ભોજનમાં ઝેરી દવા ભેળવી, મિસકેરેજ થતા ફૂટ્યો...

રાજકોટમાં પતિએ સગર્ભા મહિલા કોન્સ્ટેબલના ભોજનમાં ઝેરી દવા ભેળવી, મિસકેરેજ થતા ફૂટ્યો ભાંડો

27
0

રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી પરિણીતાએ ફરિયાદમાં તેના પતિ હાર્દીક જીતેન્દ્રભાઇ દાણીધારીયા,સસરા જીતેન્દ્રભાઇ દાણીધારીયા,પ્રફુલ્લાબેન જીતેન્દ્રભાઇ દાણીધારીયા,મોટા નંણદ મોનાબેન મહેશભાઇ મેશવાણીયા અને નાના નણંદ પાયલબેન જીતેન્દ્રભાઇ દાણીધારીયા વિરુદ્ધ ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી. હું છેલ્લા એક માસથી મારા માતા પિતા સાથે રહું છું.અને પોલીસ ખાતામાં રાજકોટ શહેર થોરાળા પો.સ્ટેમાં છેલ્લા પાંચ વર્ષથી મહીલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું

અને મારે જુનાગઢ ખાતે રહેતા હાર્દીક જીતેન્દ્રભાઈ દાણીધારીયા સાથે છેલ્લા છ વર્ષ પહેલાં પ્રેમ સંબંધ બંધાતા મારા લગ્ન તા.21-05-2022 નાં રોજ આ હાર્દિક જીતેન્દ્રભાઈ દાણીધારીયા સાથે અમો બન્ને ઘરનાં વડીલોની સહમતીથી થયા હતા. હું મારા સાસરે રહેવા ગઈ હતી. જુનાગઢથી અહી રાજકોટ નોકરી કરવા આવતી અને ઉપડાઉન કરતી હતી અને લગ્ન બાદ આસરે 20 થી 25 દિવસ મને સારી રીતે રાખ્યા બાદ મારા પતિને બીજી છોકરી સાથે અફેર હોય જે મારા પતિના મોબાઈલ ફોન ચેક કરતા તેના ફોનમાં બીજી છોકરી સાથેનો વીડીયો જોયો હતો.

જેથી મે મારા પતિને આ છોકરી બાબતે પુછતા તેને મને કહેલ કે મારે આ છોકરી સાથે કોઇ લફરૂ નથી બાદ મે મારી રીતે જાણતા આ છોકરીનું નામ પારૂલ જેઠવા જાણવા મળ્યું હતું. બાદ મારા પતિ તથા સાસુ સસરા,બે નણદો બધા મને ત્રાસ આપતા હતા અને તુ નીચી જ્ઞાતિની છો અને મારા છોકરાને અમારી જ્ઞાતિની બીજી છોકરીઓ મળી જશે તેમ કહી મેણાટોણા મારતા હતા.હું પોલીસ ખાતામાં નોકરી કરતી હોય જેથી મારાથી થતી રૂપિયાની મદદ પણ કરતી પરંતુ આ લોકોને હું જોઇતી ન હોય જેથી ત્રાસ ચાલુ રાખેલ અને લગ્નના થોડા સમય બાદ મને પ્રેગ્નન્સી રહેતા આ અંગેની જાણ ડોકટરે મને તથા મારા પતિને વાત કરતા જે મારા પતિને સારૂ લાગ્યું નહી અને મારા પતિએ મને કહેલ કે હમણા આપડે બાળક જોઇતુ નથી

તુ બાળક પડાવી નાખ તેમ કહેતા મે મારા પતિને કહેલ કે મને બાળક જોઇ છે.જેથી હું બાળક પડાવીશ નહી. આ લોકો બાળક પડાવવાની દવા પી લેજે તેમ મારી મોટી નંણદે મને કહેલ કે મે પણ ત્રણ ચાર વાર મીસ કેરેજની દવા પીધેલ છે તો તુ પણ લઇલે જેથી મે આ લોકોને સ્પષ્ટ ના પાડી દીધી હતી.તો મારા પતિએ મને જણાવેલ કે તુ બાળક પેદા કરીશ તો તને નહી રાખુ અને બાળકને દુનિયા માં નહી આવવા દઉ તેમ કહ્યું હતું.

આ લોકોએ મારા જમવામાં જાણ બહાર બાળક પડાવવાની દવા ભેળવી દીધેલ અને જમવાનું મને આપેલ જે મે જમેલ ત્યારબાદ બીજા દીવસે મને એકાએક બ્લીડીંગ થવા લાગતા ડોકટરને દેખાડવા જતા તેમણે કહ્યું કે તમે મીસકેરેજની કોઇ દવા લીધેલ છે? તેમ પુછ્તા મે જણાવેલ કે આવી કોઇ દવા લીધી નથી.જેથી આ લોકોના લીધે બાળક પણ મિસકરેજ થયું હતું.આ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં બાળકચોરીનો આરોપ મૂકી યુવાનને લોકોએ ઢોર માર માર્યો
Next articleગુરૂદ્વારા ચોકડી પાસે સ્કૂટર અને બાઈક સામસામા અથડાતા સર્જાયો અકસ્માત, બાઈક ચાલક યુવાનનું મોત