Home ગુજરાત રાજકોટમાં ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું

રાજકોટમાં ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું

21
0

(GNS),15

રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. 10 વર્ષની એક બાળકીએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જાગૃત સમાજ માટે આ કિસ્સો લાલબતી સમાન છે. પોપટપરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકીએ થાર કારમાં કેટલાક શખ્સોએ પોતાના અપહરણ થયાનું નાટક કર્યું હતું. 4 કલાક પોલીસની તપાસ બાદ બાળકીએ નાટક રચ્યું હોવાનું સામે આવ્યુ હતું. ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ આખું નાટક રચ્યું હતું. CCTV ફૂટેજ અને રી-કન્ટ્રક્શન બાદ બાળકીએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો હતો. આજે સવારે રાજકોટમાં પોપટપરા વિસ્તારની એક બાળકી ઈનોવેટિવ સ્કૂલમાં અભ્યાસ કરે છે. બાળકીએ કહ્યું હતું કે, થાર કારમાં આવેલ ઇસમોએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ઈસમને બચકું ભરી લેતા તેનો બચાવ થયો પણ તેની એક બહેનપણીનું અપહરણ કરી ઇસમો નાસી છૂટ્યા છે. જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પરંતું વાત એમ હતી કે, હોમ વર્ક બાકી હોવાથી બાળકીએ આખું નાટક રચ્યુ હતું.

પોલીસ તપાસમાં અપહરણ ના થયાનો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનામાં lcb, પોલીસ, DCP, ACP,ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રાજકોટમાં બાળકીના અપહરણ અંગે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બાળકીએ પોતાના અપહરણનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. ટ્યુશનમાં ના જવા બાળકીએ અપરહણનું તરકટ રચ્યું હતુ. બાળકીનું અપહરણ થયુ હતું તે વિસ્તારના તમામ CCTVની તપાસ કરી વિસ્તારની પોલીસે જાતે મુલાકાત લીધી હતી. પરંતુ અપહરણ જેવી કોઈ થિયરી મળી ન હતી. રાજકોટ પશ્ચિમ ઝોનના DCP સુધીર દેસાઈએ આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોલીસ તપાસમાં બાળકીનું ઇન્ટ્રોગેશનમાં નાટક કર્યું હોવાનું સ્વીકાર્યું છે. અમે CCTV ચેક કર્યા હતા. જેમાં બાળકી દોડતી જોવા મળી હતી. થાર કાર સીસીટીવી કેમેરામાં દેખાતી જ નહોતી. બાળકી અને પરિવારની પૂછપરછ કરવામાં આવ્યું. ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકી દ્વારા આવું તરખટ રચ્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં જન્મદિવસના બીજા દિવસે જ હાર્ટએટેકથી યુવાનનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
Next articleઆધેડનાં મોબાઈલ ફોનમાં પોર્નોગ્રાફી જોવાનાં શોખમાં આણંદમાં બાળકની હત્યા થઇ હતી