Home ગુજરાત રાજકોટમાં કાફેમાં વેપારી પાર્સલ લેવા ગયા અને ગઠિયો સ્કૂટરની ડેકીમાંથી ૧.૨૦ લાખ...

રાજકોટમાં કાફેમાં વેપારી પાર્સલ લેવા ગયા અને ગઠિયો સ્કૂટરની ડેકીમાંથી ૧.૨૦ લાખ ઉઠાવી ગયો

44
0

આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળતા લોકોની નજર ચૂકવી ગઠિયાઓ મોટો દલ્લો ઉઠાવી જતા હોવાની છાશવારે ઘટના બને છે, શહેરમાં વધુ એક ઘટના બની હતી, આંગડિયા પેઢીએથી રૂ.૧.૨૦ લાખ રોકડા લઇ વેપારી ઘરે જવા નીકળ્યા હતા અને કાફેમાં ફૂડનું પાર્સલ લેવા ગયા હતા એટલી જ વારમાં ગઠિયાઓ સ્કૂટરની ડેકી તોડી રૂ.૧.૨૦ લાખની રોકડ ભરેલો થેલો ઉઠાવી ગયા હતા.

નાનામવા નજીકના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક રહેતા વેપારી હિતેષભાઇ રંજાેડિયાને તેના ધંધાનું આંગડિયું આવ્યું હોય બોમ્બે પેટ્રોલ પંપ પાસે કીર્તિ અંબા આંગડિયા પેઢીએ ગયા હતા અને ત્યાંથી ૧.૨૦ લાખ લઇ તે રકમ થેલામાં રાખી હતી અને રકમ સાથેનો થેલો સ્કૂટરની ડેકીમાં રાખ્યો હતો.

સાંજે હિતેષભાઇ નાનામવામાં સિલ્વર ગોલ્ડ સોસાયટી પાસે આવેલા મદ્રાસ કાફેમાં સાઉથ ઇન્ડિયન ફૂડનું પાર્સલ લેવા ગયા હતા, પાર્સલ લઇને હિતેષભાઇ પોતાના સ્કૂટર પાસે પહોંચ્યા હતા ત્યારે તેઓ ચોંકી ગયા હતા, ડેકીમાં રાખેલો રોકડ ભરેલો થેલો ગાયબ હતો, હિતેષભાઇએ આસપાસમાં તપાસ કરી હતી પરંતુ કોઇ શંકાસ્પદ વ્યક્તિ નજરે નહીં પડતાં અંતે પોલીસમાં જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી, પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જાેવા મળી હતી, ગઠિયાઓએ હિતેષભાઇનો આંગડિયા પેઢીથી જ પીછો કર્યાની શંકા સેવાઇ રહી છે અને પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનએસયુઆઈના નવા સંગઠનમાં પણ હાર્દિક પટેલના જૂથનો દબદબો રહેતાં અનેક કાર્યકરોમાં નારાજગી
Next articleપૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે અડધી રાત્રે ધરપકડ કરી