Home ગુજરાત રાજકોટમાં ઉપલેટામાં ડ્રાઇવરે બસ રિવર્સ લેતાં પુલની દીવાલ તોડી, નાળામાં ખાબકતા રહી...

રાજકોટમાં ઉપલેટામાં ડ્રાઇવરે બસ રિવર્સ લેતાં પુલની દીવાલ તોડી, નાળામાં ખાબકતા રહી ગઈ

22
0

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સવારે જરા રોડ પર પુલ પર એસટી બસનો મોટો અકસ્માત સહેજમાં ટળ્યો હતો. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી, પરંતુ પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા રહી ગઈ હતી. બસ એકબાજુ નમતાં અંદર બેઠેલા વિદ્યાર્થીઓનો જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સમયસૂચકતા વાપરી બસનો દરવાજો ખોલી તમામ વિદ્યાર્થીઓ અને મુસાફરો બસની બહાર નીકળી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન સર્જાતાં ડ્રાઈવર-કન્ડક્ટર સહિત એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

બસની અંદર મુસાફરી કરી રહેલા વિદ્યાર્થી જય પપાણિયાએ જણાવ્યું હતું કે ઉપલેટા-ગઢાળા રૂટની બસ હતી અને અમે ગઢાળાથી ઉપલેટા જતા હતા, પરંતુ ઉપલેટા નજીક વોકળાના પુલ પર બસ પહોંચી ત્યારે સામેથી એક વાહન આવતું હતું, આથી ડ્રાઈવરે બસ રિવર્સમાં લેતાં બસ પુલના છેડે ફસાઈ ગઈ હતી. ડ્રાઈવરે કંઈ જોયું નહીં અને કન્ડક્ટરે કંઈ કહ્યું નહીં અને જવા દીધી રિવર્સમાં. બસ નાળામાં જતા જતા રહી ગઈ હતી. એક વિદ્યાર્થીએ તાત્કાલિક બસનો દરવાજો ખોલી નાખતાં અમે બહાર નીકળી ગયા હતા. ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીરે જણાવ્યું હતું કે ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસમાં અમારા ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા માટે અપ-ડાઉન કરે છે.

ત્યારે આજે સવારે વિદ્યાર્થીઓ ભરીને બસ ઉપલેટા જતી હતી ત્યારે જરા રોડ પર દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા મોટા નાળામાં બસ પડતા પડતા રહી ગઈ હતી. બસનું પાછળનું વ્હીલ નાળા પર બનાવેલા પુલના છેડે ફસાઇ જતાં પલટી ખાતા રહી ગઈ હતી, આથી અનેક વિદ્યાર્થીઓના જીવ માંડ માંડ બચ્યા છે. આમાં ડ્રાઈવર-કન્ડક્ટરનો કોઈ વાંક નથી. નારણભાઈ આહીરે વધુમાં જણાવ્યું હતું કે ઉપલેટાથી ભાયાવદર સુધી જેટલા વોકળા આવેલા છે તેના પર પુલ છે, પરંતુ પુલની બન્ને બાજુ જે સંરક્ષણ આપતી દીવાલ હોવી જોઈએ એ એકપણ વોકળા પરના પુલ પર નથી, આથી અવારનવાર વોકળા પર અકસ્માતો સર્જાતા હોય છે. અમે અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી, પણ અત્યારસુધી યોગ્ય જવાબ મળ્યો નથી.

પુલ પર સંરક્ષણ આપતી દીવાલો વહેલી તકે કરવી જોઈએ એવી અમારી માગણી છે. જે નાળા પરના પુલ પરથી બસ પસાર થઈ રહી હતી એ પુલની હાલત પણ ખખડધજ જોવા મળી હતી. વહેલી તકે આવા પુલોનું રિનોવેશન અથવા નવા બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોએ માગ કરી રહ્યા છે. આ પુલ પરથી મોટાં વાહનો પણ પસાર થઈ રહ્યાં છે, આથી પુલ ગમે ત્યારે ધરાશાયી થાય અને મોટો અકસ્માત સર્જાઇ શકે એવી ચર્ચા ઊઠી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાને જૂનાગઢ સાથે જોડતા રસ્તા પર રાજાશાહી વખતનો મોટો પુલ જર્જરિત હોવાથી વાહનચાલકોને જીવના જોખમે પુલ પરથી પસાર થવું પડી રહ્યું છે.

ત્યારે આ પુલનું સમારકામ જલદીથી કરવામાં આવે એવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ પુલ હાલ અતિજર્જરિત હાલતમા જોવા મળે છે. આ પુલ તૂટી ગયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પુલ કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જીને અનેક ગામો તથા એમાં રહેતા લોકોનો રસ્તો બંધ કરી કોઈનો જીવ પણ લઈ શકે છે. અનેકવાર રજૂઆત છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. લોકોની એક જ માગ છે કે વહેલી તકે પુલ રિપેર અથવા નવો બનાવવામાં આવે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોરબંદરે વડવાળા ગામેથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Next articleમહેસાણામાં વિશ્વકર્માવાડી ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન એક ટેણીયાએ રોકડ ભરેલું પર્સની ઉઠાવિ ગયો