(જી.એન.એસ) તા૨૮
ગાંધીનગર,
ગાંધીનગરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ ગઈ છે ત્યારે રાંધેજા ગામમાં બે બંધ મકાનના તાળા તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે સંદર્ભે હાલ પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. શિયાળાની આક્રમક ઠંડીમાં દર વર્ષે ઘરફોડ ચોરીના બનાવો વધતા હોય છે ત્યારે આ વખતે પણ તસ્કરો ગાંધીનગરમાં ઉતરી પડયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનોને નિશાન બનાવવાનું શરૃ કર્યું છે. રાંધેજા ગામમાં પાણીની ટાંકી પાસે રહેતા હીરાબેન છનાભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમનો દીકરો રાયસણ ખાતે રહે છે જ્યારે તેમની દીકરીનો દીકરો અભ્યાસ માટે બહાર જવાનો હોવાથી ગત ૨૫ ડિસેમ્બર સાંજે ઘરે તાળું મારીને દીકરીના ઘરે ગયા હતા અને ગઈકાલે તેઓ પરત ફર્યા ત્યારે તેમની બાજુમાં ભાડે રહેતા વાઘેલા મુકેશભાઈ મંગળદાસના મકાનનું પણ તાળુ તૂટેલું હતું. જેથી તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર હાલાતમાં હતું અને ચોરી થયાનો અંદાજ આવી ગયો હતો. જેથી હીરાબેનને તેમના ઘરે પણ ચોરી થઈ હોવાની શંકા ઉપજી હતી અને ઘરે જઈને તપાસ કરતા તેમના ઘરમાં પણ તાળા તૂટયા હતા અને સામાન વેરવિખેર હાલતમાં હતો. જેથી તેમના દીકરા જીતેન્દ્રભાઈને જાણ કરતા તેઓ પણ આવી ગયા હતા અને ત્યારબાદ ઘરમાં તપાસ કરતા દાગીના અને રોકડ મળી ૯.૨૩ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ મુકેશભાઈ વાઘેલાએ પણ ઘરે આવીને તપાસ કરતાં તેમના ઘરમાંથી પણ દાગીના મળીને ૫.૭૭ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ૧૫ લાખની ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા દોડધામ શરૃ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.