(જી.એન.એસ),તા.૨૬
યુએન
1977માં સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવામાં એક સંમેલન યોજાયું હતું, જેમાં સામાન્ય નાગરિકો માટે જોખમની સ્થિતિમાં સફેદ ફોસ્ફરસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે તેનો ઉપયોગ યુદ્ધમાં થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન હાલ પોલેન્ડમાં છે, પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ પાંચ પરમાણુ દેશો યુદ્ધ ક્ષેત્રમાં ટકરાશે. જેમાં પહેલું નામ રશિયાનું છે, જેણે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પરંતુ રશિયાની સાથે મહાસત્તા અમેરિકા-ફ્રાન્સ-બ્રિટન ચીન સામે ગમે ત્યારે યુદ્ધના મેદાનમાં પરમાણુ પ્રહાર કરી શકે છે. પછી તે મિસાઈલથી હોય કે સેંકડો ટન વજનના બોમ્બથી. આવી સ્થિતિમાં પરમાણુ યુદ્ધના વધતા ખતરાની વચ્ચે અમેરિકા અને રશિયાએ ડૂમ્સ-ડે એરક્રાફ્ટને લઈને તૈયારીઓ કરી છે. ડૂમ્સડે પ્લેન કે જેના પર વિશ્વના બે સૌથી શક્તિશાળી નેતાઓ રાષ્ટ્રપતિ જો બાઈડન અને રાષ્ટ્રપતિ પુતિન સવારી કરે છે. બંને દેશોનું ગુપ્ત વિમાન જેના પર પરમાણુ બોમ્બ હુમલો નિષ્ફળ જાય છે, જેને ફ્લાઇંગ પેન્ટાગોન અને ક્રેમલિન કહેવામાં આવે છે,તે અચાનક સક્રિય થઈ ગયું છે. યુક્રેન યુદ્ધ દરમિયાન પ્રથમ વખત, ‘ડૂમ્સડે અમેરિકન પ્લેન’ ઇંગ્લેન્ડના આકાશમાં ઉડતું જોવા મળ્યું છે. તે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલા સાથે ઉડતી જોવા મળી હતી. તે જ સમયે, વોરઝોનથી સમાચાર આવ્યા છે કે, રશિયાએ રાસાયણિક હથિયારોનો ઉપયોગ શરૂ કરી દીધો છે, જેના વિશે સુપરપાવર અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને પુતિનને કડક ચેતવણી આપી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે હિપ્સોનિક મિસાઈલ અને એટમ બોમ્બના હુમલાની આશંકા વચ્ચે રશિયન સેના ફોસ્ફરસ બોમ્બ એટલે કે રાસાયણિક હથિયારથી યુક્રેન પર હુમલો કરી રહી છે. 15 માર્ચના રોજ, લુહાન્સ્કના પોપાસ્ના શહેર પર ફોસ્ફરસ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી, 22 માર્ચે રશિયન સેનાએ ક્રેમેટોર્સ્કમાં ફોસ્ફરસ બોમ્બ ફેંક્યો અને તેના બે દિવસ પછી રશિયન સૈનિકોએ લુહાન્સ્કના પોપાસ્નામાં હુમલા દરમિયાન ફોસ્ફરસનો ઉપયોગ કર્યો, જેમાં ઘણા લોકો માર્યા ગયા. જો રશિયા યુક્રેન પર કેમિકલ એટેક કરે છે તો NATO પણ કાઉન્ટર કેમિકલ એટેક કરી શકે છે. આ મામલે યુક્રેન, અમેરિકા અને બ્રિટન એક થઈ ગયા છે. બ્રિટનના PM બોરિસ જોન્સને તો ત્યાં સુધી કહ્યું છે કે જો રશિયા યુક્રેન પર રાસાયણિક હુમલો કરશે તો તેણે વિનાશક પરિણામો ભોગવવા પડશે. મતલબ કે બ્રિટન અને અમેરિકાની પ્રતિક્રિયાઓ કહી રહી છે કે રાસાયણિક યુદ્ધ આરપાર થવાનું છે, પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે રાસાયણિક હથિયારો પર પ્રતિબંધ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.