Home Uncategorized ભારતે ચીનના વિદેશ પ્રધાન કરી રજૂઆત : સરહદ વિસ્તારોમાં શાંતિ માટે દ્વિપક્ષીય...

ભારતે ચીનના વિદેશ પ્રધાન કરી રજૂઆત : સરહદ વિસ્તારોમાં શાંતિ માટે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય હોવા જરૂરી છે

65
0

(જી.એન.એસ),તા.૨૬


નવીદિલ્હી


ભારત અને ચીન વચ્ચે કેટલીક વાર વાતચીત થતી હોય છે અથવા તો કોઈ સરહદ પાર નો વિવાદ ચાલતો રહે છે અને ચીન સાથે વાતચીત માટે ક્યારેક ફોન પર વાત કરે છે અથવા તો મોખિક રૂબરૂ મુલાકાત દ્વારા વાતચીત થતી હોય છે આવામાં હાલમાં ભારતની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક સુધી ની ચર્ચા ચાલી રહી હતી. જેમાં ભારતે ચીનને સ્પષ્ટ કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના બાકી રહેલા બિંદુઓથી પીછેહઠ કરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવી જોઈએ. સાથે જ એ વાત પર પણ ભાર મૂક્યો કે જો સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ ‘અસામાન્ય’ હોય તો દ્વિપક્ષીય સંબંધો ‘સામાન્ય’ ન હોઈ શકે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાકની ‘ખુલ્લી અને સ્પષ્ટ’ વાતચીત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સામાન્ય સંબંધોની પુનઃસ્થાપના માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે. ભારતની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક લાંબી ચર્ચા બાદ પત્રકારો સાથે વાત કરતા જયશંકરે કહ્યું, જો આપણે બંને આપણા સંબંધોને સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ, તો આ પ્રતિબદ્ધતાની સંપૂર્ણ અભિવ્યક્તિ પાછળ હટવાની પ્રક્રિયા વિશે ચાલી રહેલા સંવાદમાં પ્રતિબિંબિત થવી જોઈએ. તેમણે કહ્યું કે પૂર્વી લદ્દાખને લઈને ભારત અને ચીન વચ્ચેની વર્તમાન સ્થિતિ પર કામ ચાલી રહ્યું છે. જો કે તેની ઝડપ ઇચ્છિત સ્તર કરતા ધીમી છે. તેમણે કહ્યું કે સરહદ પર બંને બાજુથી સૈનિકોની ભારે તૈનાતીને ધ્યાનમાં રાખીને ભારત અને ચીન વચ્ચેના સંબંધો “સામાન્ય” નથી અને સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાની જરૂર પડશે. વાંગ ગુરુવારે મુલાકાતે કાબુલથી દિલ્હી પહોંચ્યા હતા. પૂર્વી લદ્દાખના ગતિરોધ પછી લગભગ બે વર્ષમાં ચીનના કોઈ નેતાની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. જયશંકરે કહ્યું કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક સુધી વાસ્તવિક એજન્ડા પર ખુલ્લેઆમ સ્પષ્ટ અને વ્યાપક રીતે ચર્ચા થઈ. અમે અમારા દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી જે એપ્રિલ 2020 થી ચીનની કાર્યવાહીથી પ્રભાવિત છે, તેમણે કહ્યું. વિદેશ મંત્રીએ કહ્યું, અમે ચીનના વિદેશ મંત્રીને દેશની ભાવના જણાવી છે કે સામાન્ય સંબંધો માટે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે. એક પ્રશ્નના જવાબમાં જયશંકરે સ્થાપિત નિયમો અને કરારોથી વિપરીત સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોની હાજરીનો ઉલ્લેખ કર્યો. જયશંકરે કહ્યું, જો તમે પૂછશો કે સ્થિતિ સામાન્ય છે કે નહીં, તો મારો જવાબ હશે ના.. તે સામાન્ય નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી આટલા મોટા પાયા પર સરહદ પર તૈનાતી રહેશે ત્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રી વાંગે (સંબંધોમાં) સામાન્યતા પુનઃસ્થાપિત કરવાની ચીનની ઈચ્છા વ્યક્ત કરી અને આપણા સંબંધોના વ્યાપક મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. મેં એમ પણ કહ્યું કે ભારત સ્થિર અને અપેક્ષિત સંબંધો ઇચ્છે છે, પરંતુ સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના માટે કુદરતી રીતે શાંતિ અને સુલેહ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેનેડાએ મ્યાનમારની સૈન્ય સરકાર માટે શસ્ત્રો ખરીદવા માટે જવાબદાર વ્યક્તિઓ કે સંસ્થાઓ પર મૂક્યો પ્રતિબંધ
Next articleરશિયાને કેમિકલ હુમલાને લઈને NATOએ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી