Home દુનિયા - WORLD રશિયાના કબજાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિએ દુ:ખ વ્યક્ત કર્યું

રશિયાના કબજાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિએ દુ:ખ વ્યક્ત કર્યું

29
0

‘હિરોશિમાની તસવીરો મને બખ્મુતની યાદ અપાવે છે’

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 15 મહિના થઈ ગયા છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. તાજેતરમાં જ રશિયાની સેનાએ યુક્રેનના એક વધુ શહેરને પોતાના આધિન કર્યું છે. આ શહેરનું નામ છે બખ્મુત છે. બખ્મુતને ખોયા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું નિવેદન સામે આવ્યું છે. ઝેલેન્સકીએ રવિવારે બખ્મિુત (Bakhmut) શહેરના ‘સંપૂર્ણ વિનાશ’ની સરખામણી હિરોશિમાં સાથે કરી હતી. હિરોશિમાં જી-7 (G-7) શિખર સંમેલનની મેજબાની કરી રહ્યું છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિાયાન વર્ષ 1945માં આ શહેરનો સંપૂર્ણ રીતે નાશ થઈ ગયો હતો. આજ શહેર પર અમેરિકાની સેનાએ પરમાણું બોમ્બ નાખ્યો હતો.

યુદ્ધ પહેલા બખ્મુત શહેરની વસ્તી આશરે 70,000 જેટલી હતી. રશિયા સાથે ચાલતા યુદ્ધમાં આ શહેરમાં ઘણી ખુની લડાઈઓ જોવા મળી છે. આ શહરે બખ્મુલ એક મહિનો ચાલેલી લડામીમાં અનેક તસવીરો સામે આવી છે. જેમાં શહેરના કેટલાક ભાગોને ખંડર જેવા બતાવવામાં આવ્યા છે. ઝેલેન્સકીનું કહેવું છે કે, ‘હિરોશિમાની તસવીરો મને બખ્મુતની યાદ અપાવે છે. ત્યા કોઈજ જીવીત નથી. બધી ઇમારતો ખંડીત થઈ ગઈ છે. સંપૂર્ણ વિનાશ. કશું કહ્યું નથી. લોકો પણ રહ્યા નથીં.’ ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, ‘અમે અમારા દરેક શહેરોનું પુનઃનિર્માણનું સપનું જોઈ રહ્યા છીએ, જે અત્યારે ખંડર બની ગયા છે અને દરેક ગામ જ્યાં રશિયન આક્રમણ પછી એક પણ ઘર બચ્યું નથી. રશિયાએ બખ્મુત પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યાના એક દિવસ પછી ઝેલેન્સકીએ આ કહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજી-20 બેઠકને લઈને ફેલાવવામાં આવી રહેલી અફવાઓ વિરુદ્ધ કાશ્મીર પોલીસે કરી કાર્યવાહી
Next articleજ્યોર્જિયન એરવેઝે તેમના જ દેશના રાષ્ટ્રપતિ પર લગાવ્યો પ્રતિબંધ