Home મનોરંજન - Entertainment રણબીર કપૂર આગામી ૫ ફિલ્મોમાં લીડ રોલમાં દેખાશે

રણબીર કપૂર આગામી ૫ ફિલ્મોમાં લીડ રોલમાં દેખાશે

27
0

(જી.એન.એસ),તા.૧૧

રણબીર કપૂરે ડિસેમ્બર 2023માં ‘એનિમલ’ ફિલ્મમાં મેઈન કેરેક્ટર પ્લે કરીને ઈતિહાસ રચી દીધો હતો. રિલીઝના પહેલા દિવસથી જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને વિશ્વભરમાં લગભગ 915 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આટલી મજબૂત કમાણી સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની ગઈ છે અને રણબીરની કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની છે. જો કે આ મામલો અહીં અટકવાનું નામ નથી લઈ રહી. એનિમલ પછી રણબીર પાસે ઘણી બધી ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. એ ફિલ્મો વિશે જણાવીએ કે જેમાં રણબીર આવનારા સમયમાં જોવા મળવાનો છે.

સૌપ્રથમ રણબીર કપૂર એનિમલ પાર્કમાં જોવા મળશે. એનિમલની સાથે નિર્માતાઓએ પણ જાહેરાત કરી હતી કે તેની સિક્વલ આવશે. જે ‘એનિમલ પાર્ક’ના નામે રિલીઝ થશે. ‘એનિમલ’નો છેલ્લો સીન જોઈને સમજાઈ ગયું હતું કે બીજા ભાગમાં હજુ વધુ ધમાલ થવાની છે. ‘એનિમલ’ની જોરદાર કમાણી જોઈને અંદાજ લગાવી શકાય છે કે ‘એનિમલ પાર્ક’ બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી શકે છે. એનિમલ પાર્ક બાદ રણબીર કપૂર બ્રહ્માસ્ત્ર 2માં જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર 2’ પણ રણબીરની આગામી ફિલ્મોમાંથી એક છે. તેનો પહેલો ભાગ વર્ષ 2022માં આવ્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. તેની સાથે બીજા ભાગની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

રણબીર કપૂર રામાયણ આધારિત ફિલ્મમાં જોવા મળશે, રામાયણ’ ફિલ્મ જે નિતેશ તિવારીના નિર્દેશનમાં બનવા જઈ રહી છે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે. અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવશે. આ ઉપરાંત આ મુવીમાં સની દેઓલ પણ હશે, જે હનુમાનનું પાત્ર ભજવતા જોવા મળી શકે છે. રણબીર કપૂર લવ એન્ડ વોર ફિલ્મમાં પણ જોવા મળશે. ફિલ્મ ‘લવ એન્ડ વોર’  જે સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે. આમાં રણબીરની સાથે તેની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આ ફિલ્મમાં વિકી કૌશલ પણ લીડ રોલમાં છે. એટલે કે આ ત્રણેય મોટા સ્ટાર્સ એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. આવી સ્થિતિમાં શક્ય છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે. રણબીર કપૂર અને રાજકુમાર હિરાણી સાથેની ફિલ્મ જેની છેલ્લા કેટલાક સમયથી વધુ એક ફિલ્મની ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમાર હિરાણી તે ફિલ્મ બનાવશે અને તેમાં રણબીર લીડ રોલમાં હશે. જો કે હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી નથી. પરંતુ જો આ બંને ખરેખર સાથે આવે છે તો તે ચોક્કસપણે કંઈક મોટું હશે. કારણ કે તેમની અગાઉની ફિલ્મ ‘સંજુ’ ઘણી હિટ રહી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત મોબોલીટી એક્સ્પો ૨૦૨૪માં પાણીથી ચાલતું સ્કૂટર આકર્ષણનું કેન્દ્ર બન્યું
Next articleનિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં શૂર્પણખાના પાત્રને લઈને એક અપડેટ સામે આવ્યું