Home ગુજરાત રણજીતપુરની નવ પેટા શાળાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

રણજીતપુરની નવ પેટા શાળાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

23
0

કલ્યાણપુર તાલુકામાં રણજીતપુર સી.આર.સી. ખાતે રણજીતપુર, ગાગા, પીંડારા અને મહાદેવીયા ગામની કુલ નવ શાળાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નાના બાળ વૈજ્ઞાનિકોએ પોતપોતાની જાતે અલગ અલગ ગણિત વિજ્ઞાનને લગતી કૃતિઓ બનાવીને પ્રદર્શિત કરી હતી. આ પ્રદર્શનમાં રણજીતપુર પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના કુલ 240 વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા મળશે. કાર્યક્રમમા ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં સીઆરસી કોર્ડીનેટર વિષ્ણુ કાવર દ્વારા પ્રથમ નંબર મેળવેલા તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિંમતનગર વિધાનસભામાં ચુંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે
Next articleભાવનગમાં કચરાના જથ્થામાં આગ, ફાયરવિભાગની 10થી વધુ ગાડીઓ પાણીનો છટકાવ કરાયો