(જી.એન.એસ), તા.૮
બુંદેલખંડના બાંદા જિલ્લામાં કુલદિપ સિંહે લોન માફીના એલાન બાદ આત્મહત્યા કરી લીધી. તેના પરિવારનું કહેવું છે કે સરકારે તમામ લોકોની લોન માફી કરવાની જરૂર હતી.
ઝાંસી. યોગી સરકારે ઉત્તર પ્રદેશના 2.15 કરોડ સ્મોલ-માર્જિનલ (લઘુ-સીમાંત) ખેડૂતોનું એક લાખ સુધીનું દેવું માફ કરી દીધું છે. પરંતુ જ્યાં ખેડૂતોનો એક પક્ષ 36,359 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ બુંદેલખંડમાં એવા ખેડૂતો છે જે સરકારના આ નિર્ણયને અસંતોષકારક કહી રહ્યા છે. તેઓએ સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. કહ્યું- સરકારે માત્ર લઘુ-સીમાંત ખેડૂતોનું દેવું માફ કર્યું છે પરંતુ રાજ્યના સૌથી પછાત ગણાતા બુંદેલખંડ જેવા વિસ્તારમાં ચાર-પાંચ લાખ રૂપિયાના દેવાવાળો ખેડૂત પણ પરેશાન છે. જે મુસીબત સીમાંત ખેડૂતોની સામે છે તે વધુ દેવાવાળા ખેડૂતોની સામે પણ છે. Divyabhaskar.comના જર્નાલિસ્ટ જીશાન અખ્તરે બુંદેલખંડના કેટલાક ખેડૂત પરિવારો સાથે વાત કરી. ભાસ્કર તે ખેડૂતના ઘરે પણ ગયું જેણે દેવું માફીના એલાનથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી.
બુંદેલખંડ વિસ્તારમાં જે ખેડૂતોના મોત થયા છે, તેમના પરિવારોનું કહેવું છે કે સરકારે ભેદભાવ કર્યો છે. એવા ખેડૂતોની સંખ્યા ઓછી નથી જેમની પર 3થી 5 લાખનું દેવું છે. 30 વીઘા ખેતીના માલિક રહેલા અને શોકથી મરનારા ખેડૂતોની દીકરાએ જણાવ્યું, પિતાજી ચાલ્યા ગયા, પરંતુ દેવું બાકી રહી ગયું. 30 વીઘા જમીન કહેવા માટે જ છે પરંતુ પડતર જમીન પર કંઈ ઉગતું નથી. એવામાં લઘુ-સીમાંત જ નહીં પરંતુ અમે પણ ગરીબ જ છીએ.
બુંદેલખંડના બાંદા જિલ્લાના મટોંધ કસ્બામાં ખેડૂત કુલદિપ સિંહ (36)એ દેવું માફીના એલાન બાદ આત્મહત્યા કરી લીધી. તેમના ભાઈ યોગેન્દ્રએ જણાવ્યું, કુલદીપની પાસે 22 વીઘા જમીન હતી. લગભગ 7 વર્ષ પહેલા તેણે અલાહાબાદ ગ્રામીણ બેન્કથી એક લાખ રૂપિયાની લોન લીધી હતો જે વધીને 3.5 લાખ થઈ ગઈ. કુલદીપની પત્ની બીનાએ કહ્યું, મારા પતિએ ટીવી પર સમાચાર સાંભળ્યા કે દેવું માફ કરવામાં આવ્યું પરંતુ માત્ર લઘુ-સીમાંત ખેડૂતોનું. 22 વીઘા જમીન હોવાના કારણે કુલદીપ દેવું માફીની યાદીમાંથી બહાર થઈ ગયા. તેથી દુઃખી થઈને તેઓએ ગળે ફાંસો ખાઈ લીધો. દેવું માફ કરવું હતું તો બધાનું કરવું હતું. બધા જ પરેશાન છે.બાંદાન ખેડૂત પ્રેમ સિંહે કહ્યું કે, આવી ઘટનાઓ ભવિષ્યમાં બની શકે છે. જેની પાસે વધુ જમીન છે, તેઓ ખુશ નથી. બુંદેલખંડમાં નાના-મોટાને જોઈને દુષ્કાળ નથી પડતો.
ઝાંસીના મઉરાનીપુર વિસ્તારના જાવન ગામના મુન્ના લાલ કુશવાહાનો 2015માં કરા પડવાને કારણે પાક ખરાબ થવાને કારણે શોકના કારણે ખેતરમાં મોત થયું હતું. તેમની 15 વીઘાથી વધુ ખેતી છે. તેમના દીકરા પ્રકાશ કહે છે કે, પિતાજીએ 2007માં કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) પર લગભગ 90 હજાર રૂપિયાનું લોન લીધી હતી જે વધીને લાખોમાં પહોંચી ગઈ. પંજાબ નેશનલ બેન્ક પાસેથી પણ 2 લાખની લોન લીધી હતી. ત્રણ બાળકોના પિતા અને રોજ મજૂરી કરીને 200 રૂપિયા કમાતા પ્રકાશનું કહેવું છે કે દેવું માફીના એલાન વિશે તેઓને વધુ ખબર નથી પરંતુ તેઓ ઈચ્છે છે કે તેમનું દેવું માફ થઈ જાય, નહીં તો તેઓ આટલા પૈસા કેવી રીતે અને ક્યાંથી લાવશે.ઘરમાં મુન્ના લાલની તસવીર લઈને બેઠેલી તેમની પત્ની ભુવની કહે છે, જો અમે લઘુ સીમાંતની યાદીમાં નહીં આવતા હોઈએ તો તેનો અર્થ એવો નથી કે અમે મોટા ખેડૂત છીએ. મુન્ના લાલની પુત્રવધૂ જણાવે છે કે તેમની પાસે ગરીબી રેખા નીચેવાળું બીપીએલ કાર્ડ પણ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.