રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૬૭૭.૯૧ સામે ૬૨૫૩૦.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૭૧૫.૬૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૦૯.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૮.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૭૯૯.૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૪૮.૯૦ સામે ૧૮૭૦૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૪૩૭.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૪.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૩.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૪૪૫.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં નવેમ્બર મહિનાનો ફુગાવાનો આંક અપેક્ષાથી વધુ ઘટીને આવતાં અમેરિકી શેરબજારોમાં આરંભિક તેજીના તોફાન બાદ ઉછાળો અંતે ધોવાઈ જતાં અને તેની પાછળ વૈશ્વિક બજારોમાં સર્જાયેલી અફડાતફડી બાદ યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના ૦.૫૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કરતાં અપેક્ષા કરતા વધુ લાંબા સમય સુધી વ્યાજદર વધારાનો દોર જારી રહેશે તેવા અહેવાલે પાછળ આજે વૈશ્વિક શેરબજારો જોવા મળેલી એકધારી વેચવાલીની સાથે આજે ભારતીય શેરબજારમાં પણ ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારા બાદ અમેરિકામાં મંદીના વધતાં જતાં ફફડાટના પરિણામે સાવચેતીએ ઉછાળે તેજીનો વેપાર હળવો થતો જોવાયો હતો.
આ સાથે હવે ક્રિસમસની તૈયારી વચ્ચે ફોરેન ફંડોની સક્રિયતા ઘટવાના અંદાજોએ પણ તેજીના મોટા વેપારથી લોકલ ફંડો દૂર રહ્યા હતા. ભારતીય શેરબજારમાં આજે માત્ર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી સામે આઈટી, ટેક, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસીસ, રિયલ્ટી, ફાઈનાન્સિયલ સર્વિસિસ, બેન્કેક્સ, કોમોડિટીઝ, કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૮૭૮ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૦૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૮.૪૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૫૨ અને વધનારની સંખ્યા ૧૪૦૫ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, એશિયન ડેવલપમેન્ટ બેંકએ નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે ભારતની આર્થિક વૃદ્ધિ અનુમાન ૭% પર જાળવી રાખ્યું છે. જોકે નવા અંદાજમાં તેમણે કહ્યું કે એશિયામાં વૃદ્ધિની ગતિ અગાઉના અનુમાન કરતા થોડી નબળી રહેવાની ધારણા છે. એડીબીએ એપ્રિલ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ માટે ભારતનો આર્થિક વિકાસ ૭% રહેવાનો અંદાજ મૂક્યો છે, જે સપ્ટેમ્બર માસના અંદાજ સમકક્ષ જ છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આટલું જ નહિ, નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૦૨૪ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન ૭.૨% પર યથાવત રાખ્યું છે. જોકે નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં દેશની જીડીપીમાં ૮.૭%ની વૃદ્ધિ જોવા મળી હતી. એડીબીએ અહેવાલમાં જણાવ્યું હતું કે એશિયા આ વર્ષે ૪.૨%ના દરે વૃદ્ધિ કરશે અને ૨૦૨૩માં એશિયાનું અર્થતંત્ર સરેરાશ ૪.૬%ના દરે વૃદ્ધિની અપેક્ષા છે. જોકે અગાઉ તેણે એશિયાનો વિકાસ દર આ વર્ષે ૪.૩% અને ૨૦૨૩માં ૪.૯% રહેવાનો અંદાજ મૂક્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘વૈશ્વિક સ્તરે ઉથલપાથલ હોવા છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થાનિક ફંડામેન્ટલ્સના જોરે ૭%ના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે.’ કન્ઝયુમર કોન્ફિડન્સ, વીજ પુરવઠો, પીએમઆઈ અપેક્ષા કરતાં વધુ અનુકૂળ છે, જ્યારે કેટલાક સૂચકાંકો જે સંપૂર્ણપણે અનુકૂળ નથી જેમકે નિકાસ, ખાસ કરીને કાપડ અને આયર્ન ઓર અને ગ્રાહક ઉત્પાદનોના ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક વગેરે. જોકે સૌથી સકારાત્મક બાબત એ છે આયાતનો સૌથી મોટો ભાગ ધરાવતા ક્રૂડની કિંમતમાં ઘટાડો અને હાલનો કાબૂમાં જોવા મળી રહેલ મોંઘવારી દર અર્થતંત્રને સપોર્ટ કરશે. એડીબીએ જણાવ્યું હતું કે ભારતમાં જુલાઈ થી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં અર્થતંત્ર ૬.૩%ના દરે વૃદ્ધિ પામ્યું હતું, જે જાહેર વપરાશમાં ૪.૪%ના સંકોચનને દર્શાવે છે. જોકે વૈશ્વિક મંદી છતાં નિકાસ ૧૧.૫%ના દરે વધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.