રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૦.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૯૧.૧૧ સામે ૫૮૦૦૪.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૦૫૦.૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૭૭.૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૩.૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૧૪૭.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૨૭.૪૫ સામે ૧૭૨૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૯૫૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૬.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૯૬૦.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં ગત સપ્તાહના અંતે રોજગારીમાં અપેક્ષાથી ઓછી વૃદ્વિએ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ફરી તીવ્ર વ્યાજ દર વધારાનો ફફડાટ અને યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વમાં રશિયાની અણુ યુદ્વની ચેતવણીના પગલે જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં કડાકા પાછળ ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલાડીઓએ ઉછાળે વ્યાપક ઓફલોડિંગ કરતાં સંખ્યાબંધ શેરોના ભાવો તૂટયા હતા. અણુ યુદ્વની રશીયાની ચેતવણી અને ક્રુડ ઓઈલમાં ઓપેક અને સાથી દેશો દ્વારા ઉત્પાદનમાં દૈનિક ૨૦ લાખ બેરલ કાપ મૂકવાના નિર્ણયે વિશ્વ બજારમાં ક્રુડના ભાવ બ્રેન્ટ ૧૦૦ ડોલર નજીક પહોંચી જતાં તેમજ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૮૨.૭૨ થઈ જઈ નબળો રહેતાં આર્થિક પડકારો વધવાની શકયતાએ ફંડોએ શેરોમાં સાવચેતીમાં તેજીનો મોટો વેપાર હળવો કર્યો હતો.
વૈશ્વિક મોરચે હજુ મહામંદીના ફફડાટમાં આઈએમએફ દ્વારા ચાર ટ્રીલિયન ડોલરના વૈશ્વિક અર્થતંત્રમાં ધોવાણની આગાહી અને વિશ્વ બેંક દ્વારા ભારત સહિતની આર્થિક વૃદ્વિના અંદાજને ઘટાડીને મૂકાતાં તેમજ યુ.કે. સહિત યુરોપના દેશોના નેગેટીવ આઉટલૂક સાથે નબળા આંક અને અમેરિકા – ચાઈના વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શનને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૨૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૦.૦૩ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, ટેલિકોમ્યુનિકેશન, આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કમોડિટીઝ, ઓટો અને એફએમસીજી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૦૮ અને વધનારની સંખ્યા ૧૦૩૭ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક મંદીના ભય વચ્ચે ભારત સતત શ્રેષ્ઠ રોકાણનું સ્થળ રહ્યું છે. ભારતીય શેરોમાં રોકાણ માટેનો આ યોગ્ય સમય છે. મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમોમાં રોકાણનો ચોખ્ખો પ્રવાહ ઓગસ્ટ ૨૦૨૨માં રૂ.૬૧૦૦ કરોડની ૧૦ મહિનાની નીચી સપાટીએ નોંધાયા બાદ સપ્ટેમ્બર ૨૦૨૨ મહિનામાં ૧૩૦%ના ઉછાળા સાથે રૂ.૧૪,૧૦૦ કરોડની ઊંચાઈએ નોંધાયો છે. આ સાથે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનનો પ્રવાહ પણ માસિક ધોરણે સપ્ટેમ્બરમાં બે% વધીને રૂ.૧૨,૯૭૬ કરોડની નવી ઊંચાઈએ પહોંચ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં બજાર નેગેટીવ રહ્યા છતાં ઈક્વિટી સ્કિમોમાં રોકાણમાં વૃદ્વિ થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં નિફટી ૫૦ ઈન્ડેક્સ ૩%થી વધુ ઘટયો હતો. અલબત ડેટ સ્કિમોમાં સપ્ટેમ્બર માસમાં રૂ.૬૫,૦૦૦ કરોડની ચોખ્ખી જાવક નોંધાઈ છે. મોટાભાગની સ્કિમોમાંથી રોકાણકારોએ રોકાણ પાછું ખેંચ્યું છે. જેમાં લિક્વિડ ફંડોમાં જ રૂ.૬૦,૦૦૦ કરોડની ચોખ્ખી જાવક નોંધાઈ છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ(એયુએમ) સપ્ટેમ્બરમાં ૦.૮૭% વધીને રૂ.૩.૯૮ લાખ કરોડ પહોંચી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.