Home વ્યાપાર જગત - BUSINESS યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની નફારૂપી વેચવાલીએ ભારતીય...

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ૩૩૭ પોઈન્ટનો ઘટાડો..!!!

63
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૯.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૫૬.૭૮ સામે ૫૯૦૭૩.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૩૨.૭૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૪.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૭.૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૧૧૯.૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૩૧.૪૫ સામે ૧૭૬૨૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૪૨.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૫.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૫૨.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વની મહત્વની મીટિંગનો મોડી રાત્રે નિર્ણય આવતાં ફેડરલ રિઝર્વે વ્યાજનો દરમાં ૦.૭૫%ના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે વધી ૩ થી ૩.૨૫% વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર ૦.૨૫% કરવામાં આવ્યો હતો. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે ૨૦૦૮માં જોવા મળ્યા હતા. આ નિર્ણયની જાહેરાતથી વૈશ્વિક શેરબજારમાં ઘટાડો સાથે ભારતીય શેરબજારમાં પણ બે તરફી અફડા તફડીના અંતે ઉછાળે વેચવાલી જોવા મળી હતી. વ્યાજ દરના વધારા સાથે ફેડે એવી પણ આગાહી કરી હતી કે વર્ષ ૨૦૨૩માં વ્યાજનો દર ૪ થી ૪.૪% રહી શકે છે.

ગત બેઠક કરતા આ ૦.૫૦%ની વૃદ્ધિ સૂચવે છે ચાલુ કેલેન્ડર વર્ષ એટલે કે ૨૦૨૨માં મોંઘવારી ઉપર કાબૂ મેળવવા માટે ફેડે ગઇકાલ વ્યાજ વધારા સાથે કુલ પાંચ વખત વ્યાજનો દર વધાર્યો છે. જૂન મહિનામાં ૦.૭૫%ની વૃદ્ધિ છેલ્લા ૧૮ વર્ષમાં સૌથી વધુ હતી. ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં ફુગાવાનો દર આંશિક રીતે ઘટી ૮.૩% રહ્યો છે. ઘટાડા પછી પણ તે ૪૦ વર્ષની સૌથી ઉંચી સપાટીએ યથાવત રહેતા વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં નરમાઈ રહી હતી. આ સાથે રશિયા ફરી યુક્રેનમાં યુદ્વ મોરચે સૈન્ય બળ ખૂટી રહ્યાના અને એ માટે રશિયાના પ્રમુખ પુતિને નાગરિકોને સૈન્યમાં જોડાવા કરેલા આહ્વવાન તેમજ ન્યુક્લિયર વોરનો ભય ઊભો થતાં પરિસ્થિતિ કથળવાના ફફડાટ વચ્ચે ફુગાવાની સ્થિતિ પણ અંકુશ બહાર જવાની શકયતાએ ફંડો શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, એનર્જી, હેલ્થકેર, રિયલ્ટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૬૪ અને વધનારની સંખ્યા ૧૬૭૬ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન નાણાં વર્ષના અંત સુધીમાં ભારતની બેન્કોની ગ્રોસ નોન – પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં ૯૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થઈને ૫% પર પહોંચવાની ધારણાં રાખવામાં આવે છે. આ ઉપરાંત નાણાં વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં  ગ્રોસ એનપીએ વધુ ઘટી ૪% પર આવી જવાની ક્રિસિલ દ્વારા એક રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. કોરોના પછીની આર્થિક રિકવરી તથા ધિરાણમાં જોરદાર વૃદ્ધિને પગલે બેન્કોની એસેટ કવોલિટીના મુખ્ય ઈન્ડિકેટર એટલે કે એનપીએમાં સુધારો જોવા મળવા સંભવ છે. વર્તમાન નાણાં વર્ષના ૨૬ ઓગસ્ટના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૫.૫૦% વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે થાપણમાં ૯.૫૦% વધારો જોવાયો છે.

બેન્કોની નબળી એસેટસેનું નેશનલ એસેટ રિકન્સ્ટ્રકશન કંપની લિ.ને વેચવાની દરખાસ્તને કારણે પણ બેન્કિંગ ક્ષેત્રને લાભ થઈ રહેશે. બેન્ક એકસપોઝર્સની ક્રેડિટ કવોલિટી જેવા મુખ્ય નિર્દેશાંકોમાં પણ કોર્પોરેટ એસેટ કવોલિટીમાં સ્થિર સુધારો થઈ રહ્યાનું પ્રતિબિંબિત થઈ રહ્યું છે. બેન્કોની મોટી લોન્સના અભ્યાસ પરથી જણાયું છે  કે, માર્ચ ૨૦૨૨ના અંત સુધીમાં ઊંચી સલામતિ સાથેની લોન્સનો હિસ્સો વધીને ૭૭% રહ્યો છે જે વર્ષ ૨૦૧૭ના નાણાં વર્ષના અંતે ૫૯% હતો. જોખમ સંચાલન યંત્રણા તથા અન્ડરરાઈટિંગમાં મજબૂતાઈને કારણે પણ એસેટ કવોલિટી સુધરવા પામી છે. દરમિયાન રિટેલ સેગમેન્ટ સ્થિતિસ્થાપક રહ્યું છે અને મધ્યમ ગાળે ગ્રોસ એનપીએ ૧.૮૦% થી ૨% પર રેન્જબાઉન્ડ રહેવા વકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field