Home રમત-ગમત Sports યુવરાજ સિંહની માતાને મળી બદનામ કરવાની ધમકી

યુવરાજ સિંહની માતાને મળી બદનામ કરવાની ધમકી

19
0

(GNS),26

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની માતા સાથે બનેલી એક ઘટના સામે આવી છે. યુવીની માતા શબનમ સિંહ સાથે 40 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ તેમને બદનામ કરવાની ધમકી આપીને આ પૈસાની માંગણી કરી હતી. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે યુવરાજ સિંહની માતાને ધમકી આપનાર મહિલાની ધરપકડ કરી છે. ભારત માટે આઇસીસી વન-ડે વર્લ્ડકપ 2011માં મેચ વિનિંગ પ્રદર્શન કરનાર ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજ સિંહની માતા સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ યુવીની માતા શબનમને બદનામ કરવાની ધમકી આપીને 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. યુવરાજ સિંહની માતાએ પૈસાની વ્યવસ્થા કરવા માટે થોડા દિવસોનો સમય માંગ્યો હતો અને જ્યારે શરૂઆતના 5 લાખ રૂપિયા આપવાની વાત આવી ત્યારે આરોપી મહિલા પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, યુવરાજ સિંહની માતા પાસેથી પૈસા માંગવાના આ મામલે ગુરુગ્રામના ડીએલએફ ફેઝ-1 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શબનમ સિંહ પાસેથી પૈસાની માંગણી કરનાર મહિલાને યુવરાજ સિંહના ભાઈ જોરાવર સિંહની દેખરેખ માટે રાખવામાં આવી હતી. માત્ર 20 દિવસ કામ કર્યા બાદ તેને કાઢી દેવામાં આવી હતી. કહેવાય છે કે આરોપી મહિલાને યુવરાજ સિંહના ભાઈની સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી પરંતુ તેણે તેના ભાઈને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓએ તરત જ આરોપી મહિલાને કામ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. કામ પરથી હટાવ્યા બાદ આરોપી મહિલા યુવરાજ સિંહની માતા શબનમ સિંહને મેસેજ અને કોલ કરતી હતી. તેના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. આરોપી મહિલાએ પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી અને બદલામાં 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં 15 ઓક્ટોબરે ભારત-પાક. મેચ અને નવરાત્રિમાં સુરક્ષા એ મોટો મુદ્દો, બીજી મેચમાં પડશે ફરક, જ્યારે તમામ હોટલ તો છે પહેલાથી બુક!..
Next articleભારતીય ક્રિકેટર પર બે મેચનો પ્રતિબંધ, ગુસ્સામાં સ્ટમ્પ તોડી નાખવાની મળી સજા