Home દેશ - NATIONAL યુનો મિન્ડા કંપનીના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા

યુનો મિન્ડા કંપનીના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા

31
0

(જી.એન.એસ),તા.૦૩

મુંબઈ,

વાહનોની સ્વીચ, હોર્ન અને લાઈટ બનાવતી કંપની યુનો મિન્ડાના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. અંદાજે 10 વર્ષ પહેલા કંપનીના શેર 6 રૂપિયાથી ઓછા ભાવે માર્કેટમાં ઉપલબ્ધ હતા. આજે 2 માર્ચના રોજ યુનો મિન્ડાના શેરના ભાવ 660 રૂપિયાથી વધારે છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારો 90 હજાર રૂપિયાથી ઓછા રોકાણ દ્વારા કરોડપતિ બની ગયા છે. બ્રોકરેજ ફર્મ માને છે કે, યુનો મિન્ડાના શેરમાં હજું પણ વધારે થવાની શક્યતા છે. નિષ્ણાંતોએ આ શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે.

આજે કંપનીના શેર BSE પર 0.42 ટકાના વધારા સાથે 663.05 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 28 ફેબ્રુઆરી 2014 ના રોજ યુનો મિન્ડાના શેરના ભાવ માત્ર 5.83 રૂપિયા હતા. આજે શેરના ભાવ 663.05 રૂપિયા પર છે, એટલે કે 10 વર્ષમાં યુનો મિંડાના શેરમાં થયેલા વધારાથી રોકાણકારોને 88,000 રૂપિયાના રોકાણ પર જ કરોડપતિ બનાવ્યા છે. જો છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 24 માર્ચ, 2023 ના રોજ ભાવ 433 રૂપિયાના એક વર્ષની નીચી સપાટીએ હતો. આ સ્તરેથી 10 મહિનામાં શેરમાં અંદાજે 68 ટકા ઉછળ્યો જોવા મળ્યો છે. 12 જાન્યુઆરી, 2024 ના કંપનીના શેર 726.85 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જો કે શેરોની આ તેજી થોડી અટકી ગઈ છે અને હાલ તે હાઈ લેવલથી લગભગ 9 ટકા નીચે છે.

સ્વિચ બિઝનેસમાં Uno Minda 67 ટકા બજાર હિસ્સો ધરાવે છે. કંપની સ્વિચ, હોર્ન અને લાઇટ જેવા પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. તે તેના પોર્ટફોલિયોમાં વધુ ઉત્પાદનો ઉમેરી શકે છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સેગમેન્ટમાં તેના ગ્રાહકો વધી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ જિયોજીત બીએનપી પરિબાસનો અંદાજ છે કે, તેની આવક નાણાકીય વર્ષ 2024 અને નાણાકીય વર્ષ 2026 વચ્ચે વાર્ષિક 27 ટકાના ચક્રવૃદ્ધિ દર પર વધી શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બ્રોકરેજએ તેનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ 792 રૂપિયા આપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે તાજેતરના સમયમાં ઝડપથી તેનું દેવું ઘટાડ્યું
Next articleજિયો ફાઈનાન્શિયલનો BSEના લાર્જકેપ ઈન્ડેક્સમાં સમાવેશ કરાયો