Home દુનિયા - WORLD યુદ્ધ વચ્ચે પુતિન ફરીથી પિતા બનવાના છે ? ગર્લફ્રેન્ડ અલીના ગર્ભવતી છે

યુદ્ધ વચ્ચે પુતિન ફરીથી પિતા બનવાના છે ? ગર્લફ્રેન્ડ અલીના ગર્ભવતી છે

69
0

(જી.એન.એસ),તા.૦૯
રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ફરીથી પિતા બનવાના છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અલીના કાબેવા ગર્ભવતી છે. અલીના ૩૮ વર્ષની છે જ્યારે પુતિન ઓક્ટોબરમાં ૭૦ વર્ષના થશે. મિરરે રશિયાની સમાચાર ચેનલ જનરલ એસવીઆર ટેલિગ્રામના હવાલે આ સમાચાર આપતા કહ્યું છે કે ૩૮ વર્ષની અલીના કાબેવા ગર્ભવતી છે. જાે કે પુતિન તો તેમની પ્રેમિકા ફરીથી ગર્ભવતી છે તે સમાચાર જાણીને દંગ રહી ગયા. મીડિયા રિપોર્ટ મુજબ વિક્ટ્રી ડે પરેટની તૈયારીઓમાં લાગેલા પુતિનને જ્યારે આ વાત જાણવા મળી તો તેઓ ભડક્યા. કારણ કે આવું કોઈ પ્લાનિંગ નહતું અને તેઓ તૈયાર નહતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુતિન પરેડ દરમિયાન મિસાઈલોના પ્રદર્શનની સ્પર્ધામાં કોઈ વિધ્ન ઈચ્છતા નથી. પૂર્વ જિમ્નાસ્ટ એવી અલીના કાબેવાએ ઓલિમ્પિકમાં બેવાર ગોલ્ડ મેડલ, ૨૫ વિશ્વ ચેમ્પિયનશીપ જ્યારે ૧૪ વર્લ્‌ડ ચેમ્પિયનશીપ જીતી છે. રમતમાંથી નિવૃત્ત થતા તે રાજકારણમાં જાેડાઈ ગઈ અને પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીમાંથી સાંસદ બની. પુતિન લાંબા સમયથી અલીનાને ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પુતિન અને અલીનાને બે પુત્રો છે. અલીનાએ ૨૦૧૫માં પહેલા પુત્રને અને વર્ષ ૨૦૧૯માં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. જાેકે પુતિને ક્યારેય ખુલીને અલીના સાથે સંબંધ સ્વીકાર્યો નથી. રશિયા અને યુક્રેન વચ્ચે હાલ ઘમાસાણ ચાલુ છે. ૭૫ દિવસથી ચાલતા આ યુદ્ધનો હજુ સુધી કોઈ અંત દૂર દૂર સુધી થાય તેવું લાગતું નથી. આ બધા વચ્ચે આજે રશિયાની રાજધાની મોસ્કોમાં વિક્ટ્રી પરેડ થશે. યુદ્ધના સમાચારો વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના અંગત જીવન સંબંધિત એવા સમાચાર આવ્યા છે જેના પર સમગ્ર દુનિયાની હાલ નજર છે. કારણ કે પુતિનના પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થવાના ભણકારા વાગી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field