Home દુનિયા - WORLD યુદ્ધ વચ્ચે કેન્સરથી પીડિત વ્લાદિમીર પુતિન ગંભીર રૂપથી બીમાર

યુદ્ધ વચ્ચે કેન્સરથી પીડિત વ્લાદિમીર પુતિન ગંભીર રૂપથી બીમાર

37
0

(જી.એન.એસ),તા.૧૭
મોસ્કો
યુક્રેન પર હુમલા બાદ સતત પુતિનના ખરાબ થતા સ્વાસ્થ્ય વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાછલા સપ્તાહે વિજય દિવસ સમારોહ સહિત જાહેર કાર્યક્રમોમાં પહેલાની તુલનામાં નબળા જાેવા મળ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાના રાષ્ટ્રપતિ કેન્સરની સર્જરી કરાવી શકે છે અને આ દરમિયાન અસ્થાયી રૂપથી સુરક્ષા પરિષદના પ્રમુખ અને પૂર્વ ફેડરેશન સિક્યોરિટી સર્વિસના કમાન્ડર નિકોલાઈ પેત્રુશેપને સત્તા સોંપશે. યુક્રેન પર હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સતત ચર્ચામાં છે. તેમના સ્વાસ્થ્યને લઈને પણ લાંબા સમયથી ઘણા પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ હજુ સુધી પુતિનના સ્વાસ્થ્ય સંબંધી દાવામાં કોઈ સત્ય જાણવા મળ્યું નથી. હવે બ્રિટનના પૂર્વ જાસૂસ ક્રિસ્ટોફર સ્ટીલે રશિયન રાષ્ટ્રપતિ વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. બ્રિટનના પૂર્વ જાસૂસ ક્રિસ્ટોફર સ્ટીલે પુતિનના ગંભીર રૂપથી બીમાર હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે સ્ટીલે ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ડોઝિયર લખ્યુ હતુ અને ૨૦૧૬માં અમેરિકી ચૂંટણી અભિયાનમાં રશિયાના હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો હતો. અમે રશિયા અને અન્ય જગ્યાઓના સ્ત્રોત પાસેથી સાંભળી રહ્યાં છીએ કે પુતિન ચોક્કસ પણે ગંભીર રૂપથી બીમાર છે. આ વચ્ચે એક લીક થયેલી ઓડિયો ટેપની ભારે ચર્ચા થઈ રહી છે. જેમાં પુતિનની સાથે સંબંધ રાખનાર વ્યક્તિએ પણ કથિત રીતે કહ્યુ કે રશિયન નેતા બ્લડ કેન્સરથી પીડિત છે. આ વ્યક્તિને પશ્ચિમી ધનીકની સાથે પુતિનના સ્વાસ્થ્ય પર ચર્ચા કરતા સાંભળવામાં આવ્યા હતા. લીક થયેલ ઓડિયો રેકોર્ડિંગ અમેરિકી પત્રિકા ન્યૂ લાઇન્સને હાથ લાગી છે. લીક ઓડિયો ટેપનો હવાલો આપતા કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન પર આક્રમણનો આદેશ આપવાના થોડા સમય પહેલા પુતિને બ્લક કેન્સરથી જાેડાયેલી પોતાના પીઠની સર્જરી કરાવી હતી. તે પણ કહેવામાં આવ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પાગલ થઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફ્રાન્સમાં હવે જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત નહીં
Next articleપીએમ શરીફે હત્યાની આશંકા પર ઈમરાનખાનની સુરક્ષા વધારી