Home વ્યાપાર જગત - BUSINESS યુટિલિટીઝ અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૭૦૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

યુટિલિટીઝ અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૭૦૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૪.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૫૬૮.૫૧ સામે ૫૮૫૩૦.૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૪૫૦.૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪૬.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૮.૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૨૭૬.૬૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૪૪.૪૫ સામે ૧૭૪૫૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૨૩.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૩૭.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. યુક્રેન-રશિયા યુદ્વનો બન્ને દેશો વચ્ચે વાટાઘાટના નવા દોર પૂર્વે સીઝ – ફાયર, યુદ્વ વિરામ લાવવાના સંકેત સાથે યુદ્વનો અંત આવવાની શકયતાના અહેવાલોએ વૈશ્વિક કોમોડિટીઝ બજારોમાં ભાવો તૂટવા સાથે રશિયા – યુક્રેન વાટાઘાટના પ્રથમ દોરમાં પોઝિટીવ સંકેતે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવતા વૈશ્વિક શેરબજારમાં તેજી સાથે ભારતીય શેરબજારોમાં પણ  ફંડોએ સાર્વત્રિક તેજી કરી હતી. ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોએ આજે અવિરત ખરીદી કરતાં યુટિલિટીઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, ફાઈનાન્સ, એનર્જી અને બેન્કેક્સ શેરોમાં આકર્ષણે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ભારતીય શેરબજારોમાં આજે એફ એન્ડ ઓમાં એપ્રિલ વલણના પ્રથમ દિવસે તેજી જોવા મળી હતી. યુક્રેન-રશિયા યુદ્વના ચાલતાં રશિયા પર અમેરિકા, યુરોપ સહિતના દેશોએ મૂકેલા આર્થિક પ્રતિબંધોના કારણે ભીંસમાં આવેલા રશિયાએ પોતાના ક્રુડ ઓઈલના પુરવઠાને યુદ્વ પૂર્વેના ભાવથી બેરલ દીઠ ૩૫ ડોલર ડિસ્કાઉન્ટે ભારતને વેચવાની ઓફર કર્યા સામે અમેરિકાએ રશિયા પાસેથી વધુ પુરવઠો ખરીદવા સામે દેશોને ચેતવણી આપતાં અને અમેરિકાએ તેના રિઝર્વમાંથી રોજીંદા ૧૦ લાખ બેરલ ક્રુડનો પુરવઠો છુટ્ટો કરવાના કરેલા નિવેદન વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાતા પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, ફાઈનાન્સ, એનર્જી અને બેન્કેક્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૮૦ અને વધનારની સંખ્યા ૭૨૪ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, આંતરિક અને બાહ્ય પરિબળોના લીધે વર્ષ ૨૦૨૨નું વર્ષ ભારતીય શેરબજાર પડકારજનક રહી શકે છે. આના પરિણામે ગોલ્ડમેન સાશે વર્ષ ૨૦૨૨ દરમિયાન ભારતીય શેરબજારમાં સંભવિત વિદેશી રોકાણકારોના મૂડીપ્રવાહનો અંદાજ ૮૦ ટકા ઘટાડીને ૫ અબજ ડોલર કર્યો છે. અગાઉ ગોલ્ડમેન સાશે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન ભારતીય શેરબજારમાં ફોરોન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ નો મૂડીપ્રવાહ ૩૦ અબજ ડોલર રહેવાનો અંદાજ મૂક્યો હતો. વિદેશી બ્રોકરેજ ફર્મે જણાવ્યુ કે, ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી લઇ આજદીન સુધીમાં ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારોએ પહેલાંથી જ ૧૫ અબજ ડોલરનુ રોકાણ પાછું ખેંચ્યુ છે. એફપીઆઇની જંગી વેચવાલી અને પ્રવર્તમાન અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી સરકારે ભારતના સૌથી મોટા આઇપીઓ ગણાતા એલઆઇસીનો પબ્લિક ઇશ્યૂ લાવવાનું ટાળ્યુ છે. રશિયા-યુક્રેનના સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં વકરી રહેલી મોંઘવારીને ડામવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૨માં છથી સાત તબક્કામાં વ્યાજદરમાં ૨૦૦ બેસિસ પોઇન્ટ કે ૨ ટકા સુધીનો વધારો કરે તેવી ધારણા છે, જે ભારતીય શેરબજારમાં આવતા વિદેશી મૂડીપ્રવાહને અવરોધી શકે છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦૨૧ સુધીના છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો મૂડીપ્રવાહ કુલ ૪૦ અબજ ડોલરથી વધુ નોંધાયો હતો, જેમાં લગભગ ૧૪ અબજ ડોલરનું રોકાણ વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં પરત ખેંચી લેવામાં આવ્યુ છે. તાજેતરના વૈશ્વિક ઘટનાક્રમ અને ભારતની મેક્રો ઇકોનોમિ પર તેમની અસરને જોતાં, ગોલ્ડમેન સાશે કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં એકંદર મૂડી ખાતામાં ૬૫ અબજ ડોલરનાની પુરાંતનો અંદાજ મૂક્યો છે, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૧ની ૮૮ અબજ ડોલરની પુરતાં કરતા ઘણુ ઓછુ છે, જેમાં ૫૦ અબજ ડોલરની બેલેન્સ ઓફ પેમેન્ટની ખાધ સામેલ છે જે કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ૫૫ અબજ ડોલર અને વર્ષ ૨૦૨૦માં ૧૦૦ અબજ ડોલરથી વધારે હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field