રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૯૯.૦૩ સામે ૬૧૫૩૪.૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૨૯૨.૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૦.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૧.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૩૩૭.૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૬૭.૦૦ સામે ૧૮૩૬૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૩૧૩.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૫.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૭.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૩૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થયા બાદ આકરી નાણાં નીતિ ચાલુ રહેવાના સંકેત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે સપ્તાહના અંતિમ દિવસે વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલા વેચવાલીના દબાણે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૫૦%નો વધારો કરાયા બાદ આ નીતિ લાંબાગાળા સુધી ચાલુ રહેવાનો સંકેત આપતા બજારનું મોરલ ખરડાયું હતું. આ ઉપરાંત રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગર્વનર રાજન દ્વારા ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર આગામી વર્ષે નબળું રહેવાનું કરેલું નિવેદન તેમજ ચીન – હોંગકોંગમાં કોરોનાના કેસ વધતા વૈશ્વિક મંદીના સંકેતો પ્રબળ બનતા તેની અસર શેરબજાર પર જોવા મળી હતી.
અમેરિકામાં નવેમ્બર મહિનાનો ફુગાવાનો આંક અપેક્ષાથી વધુ ઘટીને આવતાં અમેરિકી શેરબજારોમાં આરંભિક તેજીના તોફાન બાદ ઉછાળો અંતે ધોવાઈ જતાં અને તેની પાછળ વૈશ્વિક બજારોમાં સર્જાયેલી ઉથલપાથલ બાદ હવે ક્રિસમસની તૈયારી વચ્ચે ફોરેન ફંડોની સક્રિયતા ઘટવાના અંદાજોએ પણ તેજીના મોટા વેપારથી લોકલ ફંડો દૂર રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૯૫ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૫.૫૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, ટેક, આઈટી, ઓટો અને પાવર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૧૩ અને વધનારની સંખ્યા ૧૩૪૪ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ચાલુ સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વની મોનેટરી પોલીસી કમિટીએ વ્યાજ દરમાં ૦.૫૦%નો વધારો કર્યો હતો. આ કેલેન્ડર વર્ષમાં સતત સાતમાં વધારા સાથે હવે અમેરિકામાં ફેડરલ વ્યાજનો દર ૧૫ વર્ષની ઉંચી સપાટી ૪.૨૫ – ૪.૫૦% થઇ ગયો છે. કમિટીએ અગાઉના ચાર વધારાની જેમ ૦.૭૫%ના બદલે અપેક્ષા અનુસાર જ ૦.૫૦%નો વધારો જાહેર કર્યો હતો પણ તેની સાથે આપેલા સંકેતથી બજારમાં માનસ ખરડાયું હતું. ફેડરલ રીઝર્વે વર્ષ ૨૦૨૩માં હજુ ત્રણ વખત વ્યાજ દર વધારવા પડે અને લોન ઉપરના દરમાં કોઇપણ પ્રકારના ઘટાડાની અપેક્ષા ૨૦૨૪ પહેલા સંભવ નથી એવો સંકેત આપ્યો હતો.
અમેરીકામાં નવેમ્બર મહિનામાં ફુગાવો ઘટી ૭.૧% નોંધાયો છે જે ફેડરલ રિઝર્વના ૨%ના લક્ષ્ય કરતા ઘણો ઉંચો છે અને એટલે વ્યાજ દર વધવાના ચાલુ જ રહેશે. અહીં નોંધવું જરૂરી છે કે ભારતમાં પણ મોંઘવારી સામેની લડત પૂર્ણ નથી થઇ એવી દલીલ સાથે, ફુગાવો ઘટી રહ્યો હોવા છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ ૦.૩૫% વધારી ૬.૨૫% કર્યો હતો. શ્રેણીબદ્ધ વ્યાજ વધારા અને હજુ પણ ભવિષ્યમાં આ સ્થિતિ ચાલુ રહેશે એવી આગાહીઓ વચ્ચે અમેરિકા, યુરોપના શેરબજારોમાં ઘટાડો સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાજ દર વધતા માંગ ઘટશે એવી ચિંતામાં ક્રૂડ ઓઈલ ઘટયું છે જ્યારે ડોલરના મૂલ્યમાં વૃદ્ધિ જોવા મળી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.