(જી.એન.એસ)વૉશિંગ્ટન,તા.૨૦
ખોટી અને અયોગ્ય વાતો હટાવવામાં આવે,બદનામી કરવામાં લાગ્યા છે કેટલાંક પબ્લિશર્સ
કેલિફોર્નિયામાં સ્કૂલોમાં પ્રપોઝ્ડ પુસ્તકોમાં હિંદુ ધર્મ અને ભારતની નેગેટિવ ઇમેજ બતાવવામાં આવી છે. તેના પર અમેરિકાના ભારતીયોએ નારાજગી વ્યક્ત કરી છે. હિંદુ એજ્યુકેશન ફાઉન્ડેશન યુએસ (ૐઈહ્લ)ના ડાયરેક્ટર શન્થરમ નેક્કારે કહ્યું, “કોમ્યુનિટી તરફથી ૧૦ વર્ષ સુધી અવેરનેસ પ્રોગ્રામ ચલાવ્યા પછી પણ આમ થવું અતિશય નિરાશાજનક છે.”
ન્યુઝ એજન્સી પ્રમાણે શન્થરમે કહ્યું, “ખાસ કરીને હોટોન મિફલિન હારકોર્ટ (ૐસ્ૐ), મેકગ્રો-હિલ, ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રોફિક સતત ભારતીય સભ્યતાને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.” શન્થરમે આ નિવેદન ગુરુવારે સેક્રામેન્ટોમાં કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશનની જન સુનાવણીમાં આપ્યું હતું. ઇન્ડિયન-અમેરિકન કોમ્યુનિટી છેલ્લાં અનેક વર્ષોથી સ્કૂલના પુસ્તકોમાં હિંદુ ધર્મ વિશે જણાવવામાં આવેલી અનેક ખોટી અને અયોગ્ય વાતોને હટાવવા પર ભાર મુકી રહી છે. જ્યારે કેલિફોર્નિયા સરકારનો એવો આદેશ છે કે પુસ્તકો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી નક્કી કરેલા માળખા આધારિત હોવા જોઇએ.
છેલ્લાં ૨ વર્ષ દરમિયાન ડિપાર્ટમેન્ટે સ્કોલર્સ, સ્ટુડન્ટ્સ અને કોમ્યુનિટી મેમ્બર્સની સલાહ પર આ ફ્રેમવર્કમાં ઘણા સુધાર કર્યા છે અને યોગ, ધર્મ, ઋષિ વ્યાસ અને વાલ્મિકી સહિત સાયન્સ અને ટેક્નોલોજીની ફિલ્ડમાં ભારતના સફળ લોકોને કોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, હિંદુ ગ્રુપ્સનું કહેવું છે કે તેમાંખી ઘણા ફેરફારો પુસ્તકોમાં જોવા નથી મળી રહ્યા. સેન જોસમાં રહેતા શરત જોશી કહે છે, “કેટલાંક પ્રકાશકો આ ફેરફારોને અવગણીને હિંદુ ધર્મને બદનામ કરવામાં લાગેલા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.