રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૨૮૮.૩૫ સામે ૫૯૩૪૬.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૭૯૫.૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૭.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૬.૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૯૬૨.૧૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૯૭.૯૫ સામે ૧૭૪૯૩.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૪૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૪.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૪૦૩.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં કન્ઝયુમર પરચેઝિંગમાં થઈ રહેલા વધારાને લઈ ફુગાવાનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ અને બીજી તરફ યુરોપના દેશોમાં અન્ન મોંઘવારીમાં વૃદ્વિએ ચિંતાજનક સ્થિતિને લઈ વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની નીતિ ચાલુ રહેવાના સંકેતે આજે વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ સાથે સ્થાનિક શેરબજારમાં પણ સતત સાતમાં દિવસે ઘટાડો નોંધાયો હતો. એક તરફ અદાણી પ્રકરણે રોકાણકારોમાં વિશ્વાસની કટોકટી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઊંચા વેલ્યુએશનને લઈ રોકાણકારો, ફંડો, ખેલાડીઓ દ્વારા સ્મોલ, મિડ કેપ શેરો માર્કેટ ભાવે વેચતા આજે અનેક શેરોમાં ઓછા વોલ્યુમે ઘટાડો નોંધાયો હતો. ફંડોની સિલેક્ટિવ શેરોમાં ખરીદી ઉપરાંત પોર્ટફોલિયો ફેરબદલીરૂપી ખરીદી સામે બીજી તરફ રોકડાના શેરોમાં પોર્ટફોલિયો ખાલી કરવાના માનસે ભારતીય શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો થવાના અહેવાલ સાથે અગામી દિવસોમાં પણ ઊંચા વ્યાજ દરની નીતિ જાળવશે એવા સંકેત વચ્ચે તેમજ રશિયાએ અમેરિકા સાથે ન્યુક્લિયર સંધિ તોડી નાખતાં વિશ્વ પર ન્યુક્લિયર વોરનું જોખમ વધતાં અને યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં આજે બીએસઈ સેન્સેક્સ ૩૨૬ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૯૪ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૭.૭૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, હેલ્થકેર, ટેક, આઈટી, એફએમસીજી અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૫ અને વધનારની સંખ્યા ૧૭૨૭ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવાને નીચે લાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક સમયથી નાણાં નીતિને સખત બનાવી રેપો રેટમાં વધારો કરી રહી છે, ત્યારે વર્તમાન વર્ષના ચોમાસામાં અલ નિનોની સ્થિતિ જોવા મળવાના વરતારાથી ફુગાવા સામે રિઝર્વ બેન્કની કવાયત નિષ્ફળ જવાની શકયતા ઊભી થઈ છે. વર્ષ ૨૦૧૫માં અલ નિનોને કારણે વરસાદની ૧૩% ખાધ રહી હતી. અલ નિનોની સ્થિતિમાં દેશમાં મોટેભાગે દૂકાળ તથા વરસાદની અછત ઊભી થતી હોવાથી દેશના કૃષિ અર્થતંત્ર પર તેની વ્યાપક અસર પડે છે. અમેરિકાના નેશનલ ઓસિયેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા આ વર્ષે અલ નિનોની સ્થિતિનો વરતારો કરાયો છે, જેને લઈને આગામી નૈઋત્યનું ચોમાસુ ભારત માટે કેવું રહેશે તેને લઈને નીતિવિષયકોમાં ચિંતા ફેલાઈ છે.
દેશના કૃષિ પાકનો આધાર નૈઋત્યના ચોમાસા પર રહે છે, ત્યારે વરસાદની અછતથી પાકના ઉત્પાદન પર અસર પડતા વાર નહીં લાગે. ભારતમાં માંડ ૪૫% જેટલો પાક વિસ્તાર સિંચાઈ સુવિધા ધરાવે છે, ત્યારે વરસાદની ઘટ ખરીફ પાક પર અસર કરશે જેને કારણે દેશમાં આગામી નાણાં વર્ષમાં અનાજના ભાવ ભડકવાની શકયતા નકારાતી નથી. ભારતમાં અલ નિનોની અસર કેવી રહેશે તેની સ્પષ્ટ જાણકારી એપ્રિલ – મેમાં ભારતીય વેધશાળાના આવનારા અનુમાન પર રહેશે. વર્ષ ૨૦૧૫માં અલ નિનોને કારણે દેશમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશના ૧૩% ખાધ જોવા મળી હતી. જો વર્તમાન વર્ષમાં આનું પુનરાવર્તન થશે તો, ફુગાવો વકરવાની શકયતા નકારાતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.