Home દેશ - NATIONAL મ્યામાંરમાં પાછા ફરવા માંગતા રોહિંગ્યા મુસ્લિમોનું તેઓ સ્વાગત કરે છેઃ આંગ સાંગ...

મ્યામાંરમાં પાછા ફરવા માંગતા રોહિંગ્યા મુસ્લિમોનું તેઓ સ્વાગત કરે છેઃ આંગ સાંગ સૂ ચી

305
0

(જી.એન.એસ), તા. ૬
આંતરરાષ્ટ્રીય ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે રખાઈન પ્રાંતમાં સમસ્યા છે. અહીં રોહિંગ્યા સમુદાયના લોકો રહે છે. પરંતુ એથનિક ક્લિજિંગ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આંગ સાંગ સૂ ચીએ કહ્યું છે કે મ્યામાંરમાં પાછા ફરવા માંગતા રોહિંગ્યા મુસ્લિમોનું તેઓ સ્વાગત કરે છે. તેમણે કહ્યું છે કે લોકોની વચ્ચે ઘણું વૈમનસ્ય છે.
મુસ્લિમો પણ મુસ્લિમોને મારી રહ્યા છે. જેવું કહેવામાં આવે છે તેમ આ માત્ર કોઈ એક સમુદાયને ખતમ કરવાની વાત નથી. લોકો વિભાજિત છે અને તેઓ આ અંતર ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે નોબલ પુરષ્કાર વિજેતા આંગ સાંગ સૂ ચી પર રખાઈન પ્રાંતમાં રોહિંગ્યા મુસ્લિમો સામેના હિંસાચારના પરિણામે તેમની છબીને નુકસાન પહોંચ્યું છે. તેની સાથે તેમના ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધ્યું છે.
મ્યાંમારની સેના પર આરોપ છે કે તેઓ રોહિંગ્યા સમુદાયને નિશાન બનાવી રહ્યા છે અને તેમની ઉપર અત્યાચાર કરવામાં આવે છે. અનુમાન છે કે લગભગ 70 હજાર રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશ ભાગી ગયા છે અને દશથી બાર હજાર રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં પણ છે.
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે તેઓ માનવાધિકારોના કથિત ઉલ્લંઘનના મામલાઓની તપાસ કરશે. મ્યાંમારના પ્રભાવશાળી નેતા આંગ સાંગ સૂ ચીએ કહ્યું છે કે તેઓ ન તો માર્ગારેટ થેચર છે અને ન તો મધર ટેરેસા છે. હા ગાંધીજી ઘણાં પરિપક્વ નેતા હતાં.
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે પોતાની સુરક્ષાને જોખમમાં મૂકીને લઘુમતીઓની પડખે ઉભા રહેલાના ગાંધીજીના પગલે તેઓ ચાલવા માંગશે તો તેના જવાબમાં આંગ સાંગ સૂ ચીએ ક્હ્યું હતું કે પોતાનો જીવ જોખમમાં નાખવાની વાત કદાચ તેઓ કરવા નહીં ઈચ્છે. પરંતુ એટલું જરૂર કહેશે કે તેઓ ગાંધીજીના ઉચ્ચ મૂલ્યોવાળા માપદંડ સુધી પહોંચવાની કોશિશ કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીમાં દોસ્તી અને કોલકાતામાં દુશ્મની
Next articleઆરબીઆઇએ રેપો રેટ અને રિવર્સ રેપો સહિતના વ્યાજ દરો યથાવત રાખ્યા