Home મનોરંજન - Entertainment મોહમ્મદ આશિકએ માસ્ટરશેફ ઇન્ડિયા 2ની ટ્રોફી જીતી

મોહમ્મદ આશિકએ માસ્ટરશેફ ઇન્ડિયા 2ની ટ્રોફી જીતી

55
0

(જી.એન.એસ),તા.૦૯

રસ્તા પર જ્યુસ વેચતા 24 વર્ષીય મોહમ્મદ આશિક સાથે કંઈક આવું જ બન્યું છે. મેંગલુરુમાં રહેતા મોહમ્મદ આશિકએ માસ્ટરશેફ ઇન્ડિયા 2ની ટ્રોફી જીતી છે. જેના કારણે હાલમાં દરેક જગ્યાએ માત્ર અને માત્ર મોહમ્મદ આશિકની જ ચર્ચા થઈ રહી છે. મોહમ્મદ આશિક માસ્ટરશેફ ઇન્ડિયા 2નો વિજેતા છે અને તેનો પરિવાર ખુશ છે. જેની વાત કરીએ તો 8મી ડિસેમ્બરે સોની લાઈવ પર પ્રસારિત થતા શો ‘માસ્ટરશેફ ઈન્ડિયા 2’માં 4 ફાઈનલિસ્ટ વચ્ચે ફાઈનલ રાઉન્ડ જોવા મળ્યો હતો. ફાઇનલિસ્ટ રુખસાર સઈદ, મોહમ્મદ આશિક, નામ્બી જેસિકા અને સૂરજ થાપાએ ‘માસ્ટરશેફ ઈન્ડિયા 2’ શોમાં નિર્ણાયકોને તેમની સિગ્નેચર ડીશ બનાવવાની ચેલેન્જ લીધી હતી. નિર્ણાયકો દ્વારા તમામ સ્પર્ધકોને તેમની મનપસંદ વાનગી તૈયાર કરવા માટે 90 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. તે પછી જજે સ્પર્ધકોનું પરિણામ જાહેર કર્યું. સૌપ્રથમ સૂરજ થાપાએ નિર્ણાયકો સમક્ષ પોતાની વાનગી રજૂ કરી છે. સૂરજે અંગ્રેજી નાસ્તાની ડેઝર્ટ ડીશ તૈયાર કરી હતી. જજોને સ્પર્ધકની વાનગી ગમી. જજોએ પણ સૂરજના વખાણ કર્યા. સૂરજ બાદ રૂખસાર સઈદે નિર્ણાયકોને પોતાની વાનગી રજૂ કરી હતી..

રૂખસાર સઈદે એક સંપૂર્ણ કાશ્મીરી વાનગી જજોની સામે મૂકી. ટેસ્ટર વિકાસ રૂખસારની વાનગીથી પ્રભાવિત થયા હતા, રણવીરે જણાવ્યું હતું કે, આ વાનગી ચોક્કસપણે કોઈપણ મિશેલિન રેસ્ટોરન્ટના મેનૂમાં હોઈ શકે છે. આટલું જ નહીં વિકાસે રૂખસારને કાશ્મીરી વાનગીઓ પર પુસ્તક લખવાની સલાહ આપી હતી. રૂખસાર પછી, મોહમ્મદ આશિકે જજોને કરચલાની વાનગી રજૂ કરી, જેનાથી વિકાસ ભાવુક થઈ ગયો. મોહમ્મદ આશિકની વાનગીની પ્રશંસા કરતા રણવીરે કહ્યું, ‘લોકો મને ફોલ્ટ શોધવાનું મશીન કહે છે. પણ મને આ વાનગીમાં કોઈ કમી નથી દેખાતી..’ નિર્ણાયકોએ પણ આશિક દ્વારા બનાવેલી વાનગીની પ્રશંસા કરી. મોહમ્મદ આશિક પછી નામ્બી જેસિકાએ નિર્ણાયકોને તેની વાનગી રજૂ કરી. જેસિકાએ સ્પર્ધકોને કાળા ચોખામાંથી બનાવેલી ‘સ્ક્વેર રૂટ’ વાનગી રજૂ કરી. જેસીનાની ‘સ્ક્વેર રૂટ’ વાનગી પણ જજોમાં હિટ રહી હતી. સ્પર્ધકોની વાનગીઓ જોયા પછી નિર્ણાયકોએ વિજેતાની જાહેરાત કરી. નિર્ણાયકોએ મોહમ્મદ આશિકને શો ‘માસ્ટરશેફ ઈન્ડિયા 2’ના વિજેતા તરીકે જાહેર કર્યા. મોહમ્મદ આશિકને શો ‘માસ્ટરશેફ ઈન્ડિયા 2’ની ટ્રોફી અને 25 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. હાલમાં દરેક જગ્યાએ માત્ર ‘માસ્ટરશેફ ઈન્ડિયા 2’ અને વિજેતા મોહમ્મદ આશિકની જ ચર્ચા થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્ષ 2023માં ૩ ફિલ્મો ફ્લોપ રહી જયારે ૬ ફિલ્મો હિટ રહી
Next article‘તારક મહેતા..’ શોમાં નવી અભિનેત્રીની એન્ટ્રી