Home દુનિયા - WORLD મોસ્કોના શોપિંગ મોલમાં અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત, 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત

મોસ્કોના શોપિંગ મોલમાં અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત, 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત

43
0

(જી.એન.એસ),તા.૨૩

મોસ્કો,

રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. તો 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતુ. હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે. હુમલાની જવાબદારી ISISએ લીધી છે. સમાચાર એજન્સી ધ એસોસિએેડના રિપોર્ટ અનુસાર, રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું છે. બાદમાં વિસ્ફોટના અવાજ પણ સંભળાયા અને કૉન્સર્ટ હોલમાં આગ પણ લાગી હતી. હુમલાખોરો કૉન્સર્ટ હૉલમાં હાજર હતા. રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી મૉસ્કો કૉન્સર્ટ હોલમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.

રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ ઘટનાની નિંદા કરી કહ્યું કે, ઈન્ટરનેશનલ સમુદાયે આ જઘન્ય અપરાઘની નિંદા કરવી જોઈએ. મૉસ્કોના મેયરે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ISISએ તેની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘અમારા લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની બહાર સ્થિત ક્રોકસ કોન્સર્ટ હોલ પર હુમલો કર્યો.’ ISના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો સુરક્ષિત રીતે તેમના ઠેકાણાઓ પર પાછા ફર્યા છે. જ્યારે હુમલો થયો ત્યારે ક્રોકસ સિટી હોલમાં સોવિયેત યુગના પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ ‘પિકનિક’નું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. આ મ્યુઝિક કોન્સર્ટમાં 6200 લોકો હાજર રહ્યા હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ. આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે વ્લાદિમીર પુતિને તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમી મુદત સંભાળવા જઈ રહ્યા છે. બીજી તરફ રશિયા છેલ્લા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૪-૦૩-૨૦૨૪)
Next articleમોસ્કોમાં થયેલા આતંકી હુમલા પર અમેરિકાએ કહ્યું,”અમારી સંવેદના પીડિતો સાથે છે”