Home ગુજરાત મોરવા હડફમાં બનાવટી વિજિલન્સ સ્ક્વોર્ડ અને પત્રકાર બની તોડ કરતા 4 ઝડપાયા

મોરવા હડફમાં બનાવટી વિજિલન્સ સ્ક્વોર્ડ અને પત્રકાર બની તોડ કરતા 4 ઝડપાયા

23
0

(જી.એન.એસ),૧૩

પોતાના મોજ શોખ પૂરા કરવા માટે બનાવટી વિજિલન્સ ટીમ અથવા પત્રકારની ધમકી આપી દોડ કરતી ચાર લોકોની ગેંગને પોલીસે ઝડપી લીધી છે.
ઘટનાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ હાઇવે ઉપર પસાર થતા કેટલાક શંકાસ્પદ વાહનોની તપાસ કરતા બુટલેગરો અથવા લોકો પાસેથી સ્ટેટ વિજિલન્સ ટીમના નામે તોડ કરી પૈસા કમાતી ચાર નકલી વિજિલન્સ ટીમ ના લોકોની મોરવા હડફ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ભાવિન રાઠોડના હાથે ઝડપાઈ છે.

આ ચાર લોકોની ટોળકી અમદાવાદ પાર્સિંગની ગાડી લઈને પોતાના ગેરકાયદેસર કામ કરવા નીકળ્યા હતા અને પોલીસના હાથે ઝડપાયા બાદ તેમાંથી ત્રણ લોકો જોડે પ્રેસના કાર્ડ પણ મળી આવ્યા છે. અને એક નિવૃત્ત કર્મચારી હોવાનું પણ સામે આવ્યું છે તેમ જ તેમની ગાડીની તપાસ કરતા પોલીસે તેની અંદરથી ઇંગ્લિશ દારૂ પણ મળ્યો છે.

આ ચાર શખ્સોની વાત કરીએ તો તે લોકો અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસી છે. પકડાયેલ ચાર શખ્સો ના નામ:-
1- ગૌરાંગ શાંતિલાલ વાજા,
2- અક્ષયભાઈ પ્રવીણભાઈ પટેલ,
3- જીતુભાઈ રમણભાઈ ઓડ,
4- મનુભાઈ રવજીભાઈ રાવળ
ગાડી નંબર:- જી. જે. 01 એફ.ટી 2059

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ચાર લોકો આ ગાડીમાં સવાર થઈ પોતાને નકલી પોલીસ અથવા વિજિલન્સ ટીમ અથવા પત્રકારની ઓળખ આપીને દારૂનો ધંધો કરતા હોય તેમ બીવડાવી નિર્દોષ વ્યક્તિઓને ખોટા કેસમાં ફસાવી દેવાની મારીને તોડ પાણી કરતા હોવાની માહિતી સામે આવી છે.

આ ચાર લોકો સિન્ડિકેટ ગેંગના લોકો એક વ્યક્તિને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપીને તોડપાણી કરવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરવા(હ) પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ ભાવિન રાઠોડ દ્વારા ગોઠવવામાં આવેલ એક વ્યુહાત્મક છટકામાં નકલી વિજિલન્સ ટીમના અઘિકારી ની ઓળખ આપતા આ ચાર આરોપીઓ અસલી પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. આ તમામ પાસેથી પોલીસ તંત્રએ 6 મોબાઈલ ફોનો સાથે 50 હજાર રૂપિયા રોકડા જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરવા (હ) ની અસલી પોલીસના હાથે પકડાઈ ગયેલા નકલી વિજિલન્સ સ્કોર્વોડ ના ચાર આરોપીઓ સંતરોડ ખાતે ટેકરા ફળીયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઈ પટેલ ના ઘરે હાથ મા ડંડોઓ સાથે ઘૂસી જઈને ગાંધીનગર વિજિલન્સ ટીમ માથી આવીએ છીએ અને તમો દારૂનો ધંધો કરો છો જણાવીને શોધખોળ હાથ ધર્યા બાદ પોતે સાથે લાવેલા વિમલનો થેલો ઘર આંગણામાં મૂકીને એમાં દારૂ છે કેસમાં ફીટ કરી દઈશું ને ધમકીઓ આપીને એક લાખ રૂપિયાની તોડપાણી કરવાનો સોદો કરતા હતા આ દરમિયાન હાજર ઈસમે આ લોકો પાસે જ આઈ કાર્ડ જોવાનો આગ્રહ દેખાડતા આ શરૂ થયેલ દમદાટીઓમાં નકલી વિજિલન્સ સ્કોર્વોડની ટીમનો પર્દાફાશ થયો હતો.

(1) ગૌરાંગ શાંતિલાલ વાજા રહે.સી.15 આશાપુરા સોસાયટી ધોળાસર પોલીસ ચોકી પાસે મણીનગર, અમદાવાદ

(2) અક્ષય પ્રવીણભાઈ પટેલ રહે. સૂર્ય કિરણ કોમ્પ્લેક્સ બચુરામ આશ્રમની બાજુમાં ઘોડાસર, અમદાવાદ

(3) જીતુ રમણભાઈ ઓડ રહે. આંતરસુબા ઓડવાસ તાલુકો કપડવંજ અને

(4) મનુભાઈ રવજીભાઈ રાવળ રહે. ધોળાકુવા ઠાકોર વાસ (ગાંધીનગર) સામે ઇ.પી.કો 384,452,170,504,114 તથા જી.પી.એકટ ની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.

પોતાના મોજ શોખ પૂરા કરવા માટે મહેનતનો રસ્તો છોડી ગેરકાયદેસર અને ખોટા રસ્તે ચડી પોતાની ખોટી ઓળખ આપી રોફ જમાવતા અને તોડ કરીને ફરતા લોકો પર પોલીસ હવે વધુ સતર્ક બની છે તે એક ખૂબ સારી વાત છે. પોતે કોઈ પોલીસ અધિકારી હોય મોટો પત્રકાર હોય અથવા કોઈ નેતાનો પી.એ હોય તેવી ખોટી ઓળખ આપી ફરતા બોગસ લોકો પર જાહેર જનતાએ પણ નજર રાખવી જોઈએ, સતર્ક રહેવું જોઈએ અને કોઈપણ ઘટનાને બનતી જાણવા મળે તો તેને અટકાવી પોલીસની મદદ લેવી જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોના અંતિમ દિવસે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદરએ વિવિધ પેવેલિયનની પ્રત્યક્ષ મુલાકાત કરી
Next articleશ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્નેએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાત લીધી