Home દેશ - NATIONAL મોદી સરકાર ગિલગિટ બલૂચિસ્તાનમાં ભારતનો ત્રિરંગો ફરકાવે, અમે આપીશુ સાથ સહકાર :...

મોદી સરકાર ગિલગિટ બલૂચિસ્તાનમાં ભારતનો ત્રિરંગો ફરકાવે, અમે આપીશુ સાથ સહકાર : જાવેદ અહેમદ રાણા

47
0

(GNS),29

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જાવેદ અહેમદ રાણા, જેઓ તેમના નિવેદન અને કામકાજને લઈને વારંવાર વિવાદોમાં રહે છે, તેમણે ભારત સરકાર પાસે માંગણી કરી છે. જાવેદ અહેમદ રાણાએ ભારત સરકારને ગિલગિટ બલૂચિસ્તાનમાં ભારતનો ધ્વજ ફરકાવવા માટે કહ્યું છે. આ સાથે તેમણે આ કામમાં ભારત સરકારને સહયોગ આપવાનું વચન આપ્યું છે.

તેમણે કહ્યું કે, ભારત સરકારે ગિલગિટ-બલુચિસ્તાનમાં ભારતનો ધ્વજ ફરકાવવો જોઈએ અને અમે આ કામમાં ભારત સરકારને સાથ આપીશું. તેમણે સરકાર પાસે ભારતનો તે વિસ્તાર પરત લેવાની માંગ કરી છે, જે સરહદની બીજી તરફ છે. જાવેદ અહેમદ રાણાએ કહ્યું કે, સરહદ પરનો આ લોહિયાળ સિલસિલો ખતમ થવો જોઈએ અને અમારો વિસ્તાર જે સરહદની બીજી બાજુ દુશ્મનો પાસે છે તેને પાછો લાવવો જોઈએ.

આ સાથે તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અમે ભારતને પાકિસ્તાન જેવું બનવા દઈશું નહીં. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે ભારત વિશ્વ ગુરુ બને અને જમ્મુ-કાશ્મીર પણ આગળ વધે. આ બધી વાતો તેણે એક કાર્યક્રમ દરમિયાન કહી. તેમણે કહ્યું કે, આ દેશને કોઈ પણ કિંમતે ધર્મના નામે બનાવી શકાય નહીં. ધર્મના નામે દેશ બનાવનાર લોકોની હાલત જુઓ.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ભારતને કોઈપણ કિંમતે પાકિસ્તાન બનવા દેશે નહીં. તમને જણાવી દઈએ કે, આ પહેલા ગિલગિટ-બલુચિસ્તાનમાં વિદ્રોહના સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલા લોકો ભારતમાં સામેલ થવાની માંગ કરી રહ્યા હતા. આ માંગ સાથે અનેક જગ્યાએ દેખાવો પણ યોજવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકારે ગિલગિટ અને બલૂચિસ્તાન સાથે ભેદભાવ કર્યો અને વર્ષો સુધી ગિલગિટ બલૂચિસ્તાનનું શોષણ કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનોર્થઈસ્ટને પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી
Next articleમેક્સિકોમાં બાઇક રેલી દરમિયાન ગોળીબાર