Home ગુજરાત મોદીના “હોમ સ્ટેટ” ગુજરાતમાં 6થી વધુ સીટો પર પડી શકે છે પંજો..?

મોદીના “હોમ સ્ટેટ” ગુજરાતમાં 6થી વધુ સીટો પર પડી શકે છે પંજો..?

694
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.19
લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવો-ગુજરાતી છે એવી ઝૂંબેશમાં તણાઇને ગુજરાતે તમામ 26 બેઠકો મોદીના ચરણોમાં મૂકી હતી. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં એ જ ભાજપને ગુજરાતે 182માંથી માત્ર 99 બેઠકો આપીને ઇશારામાં પૂછ્યું હતું કે મોદીએ પીએમ થયા પછી ગુજરાતને શું આપ્યું…?
2019ની લોકસભા ચૂંટણીમાં મોદીએ ગુજરાત આવીનેએ જ 2014ની જુની રેકર્ડ વગાડી કે હું તો તમારો જ છું, તમારી વચ્ચે ઉછર્યો છું, તમે મારૂ ઘડતર કર્યું વગેરે.વગેરે. પણ વિધાનસભાનું પરિણામ જોતા ભાજપ 6 બેઠકો ગુમાવે તેમ છે. ભાજપને 20 બેઠકો મળી શકે. પણ આ વખતે તમામે તમામ 26 બેઠકો મળશે એમ ભાજપના નેતાઓ પણ ખાનગીમાં કબૂલતા નથી. ભાજપને ઓછી બેઠકો મળવાના ઘણાં પરિબળો છે. પાટીદારોનું વલણ, ખેડૂતોની હાલાકી, પાણીની તંગી અને ગુજરાત જાણે કે રામ ભરોસે ચાલી રહ્યું હોય તેમ લોકોને લાગી રહ્યું છે.
ગુજરાતમાં ભાજપ જે 6 બેઠકો ગુમાવે અને પંજાને મળે તેમાં પાટણ- જગદીશ ઠાકોર, બનાસકાંઠા-પરથીભાઇ ભટોળ, પોરબંદર-લલિત વસોયા, અમરેલી- પરેશ ધાનાણી, વલસાડ- જીતુભાઇ ચૌધરી અને આણંદમાં ભરતસિંહ સોલંકીની શક્યતા છે. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની બાદબાકી ભાજપને ભારે પડે તેમ છે. અમરેલીમાં આ જ ધાનાણીએ રૂપાલાને એવા હરાવ્યા વિધાનસભામાં કે તે પછી રૂપાલાએ વિધાનસભાની એક પણ ચૂંટણી લડી નથી. રૂપાલા જાણે કે ખો ભૂલી ગયા. પ્રિયંકા ગાંધીની જેમ સાંપ પકડવાના ખેલ કરનાર ધાનાણી અમરેલીની સીટ પકડશે એમ ભાજપને પણ લાગી તો રહ્યું જ હશે. બનાસકાંઠામાં ભાજપના શંકર ચૌધરીને કારણે ભાજપ આ બેઠક હારે તેમ કહેવાઇ રહ્યું છે. ભાજપના ઉમેદવાર પરબત પટેલ જાતે હારીને શંકર ચૌધરીને સરકારમાં પ્રવેશતા અટકાવવા મથી રહ્યાં હોય તેમ મનાય છે. પાટણ જગદીશ ઠાકોરનો જુનો મતવિસ્તાર છે. તેનો લાભ મળી શકે.
ગુજરાતમાં કોંગ્રેસ આ 6 બેઠકો જીતે તેમ છે ત્યારે અન્ય 9 બેઠકો પર ભારે રસાકસી જોવા મળે છે. જેમાં ખેડામાં બિમલ શાહ પોતાના જુના પક્ષને ભારે પડે તેમ છે. સુરેન્દ્રનગરમાં જુના જોગી સોમાભાઇ પટેલ આ વખતે પોતાનો ખેલ ભાજપને બતાવી દિલ્હી પહોંચે તો નવાઇ નહીં. અમદાવાદ-પૂર્વની બેઠક પણ ભારે રસાકસીવાળી રહી છે. કોઇ સ્ટાર કે જુના જોગીને ફરી નહીં અજમાવવાનું ભાજપને ભારે પડી શકે છે. કચ્છ મીઠી ખારેક કાંડમાં ભાજપનો ભોગ લઇ શકે છે. જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમાને એક કાર્યક્રમમાં ભાગવુ પડ્યું એ શું સુચવે છે..? પૂજાભાઇ વંશ ગાંધીનગરથી દિલ્હી પહોંચી શકે છે.
કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને લાફો મારવો કે મરાવવો તેનાથી કેટલાક નેતાઓની પરપિડનની વિકૃતિ સંતોષાઇ હશે પણ તેનાથી ભાજપનો ગ્રાફ નિચો ગયો છે. સરકાક અને સત્તાના જોરે એ નેતાઓ આજે લાફાવાળીથી બચી જશે પણ સત્તા નહીં હોય ત્યારે તેમની સાથે એવું નહીં થાય એવી કોઇ ગેરંટી નથી. એક તરફ આવી પરપીડનવૃતિવાળા નેતાઓ તો બજી તરફ પ્રજાની નાડ પારખીને ઉપાય કરે, લોકોની સમસ્યાઓ નિવારે તેવા નેતાઓનો અભાવ ભાજપમાં પહેલીવાર સર્જાયો છે. જો કે તે માટે ઘણાં ખુદ મોદીને જવાબદાર માની રહ્યાં છે. કેમ કે તેમણે મોદી પછી કોણ એવા 10ની યાદીમાં કોઇને મૂક્યા નથી. ગુજરાતના સત્તાધીશોએ સવાર પડે અને દિલ્હી તરફ મોઢુ રાખવું પડે છે.
લોકસભા ચૂંટણીમાં મોદીએ જ ગુજરાતમાં પ્રચારની જવાબદારી ઉપાડી અને અડધી જવાબદારી પક્ષના નેતા અમિત શાહને આપી. 26માંથી ગાંધીનગરની બેઠક શાહ જીતે તેમ છે પણ તેમની જીતની માર્જીન અગાઉ કરતાં ઘટે તેમ છે. ભાજપમાં જાણે કોઇ કોળી-આહિર નેતાગીરી નથી તેમ કોંગ્રેસમાંથી કુંવરજી અને જવાહરને લાવવા પડ્યા. ભાજપમાં એવુ પહેલીવાર થયું છે.
ગુજરાતનું લોકસભાનું ચિત્ર સ્પષ્ટ છે. ભાજપને સ્પેશ્ય 26નો વિશેષ દરજ્જો આ વખતે લોકો તરફથી મળે તેમ નથી. ભાજપને 26માંથી 20 બેઠકો મળે તેમ છે. ભાજપને 121માંથી 99 પર લાવનાર કોંગ્રેસને 6 બેઠકો ગુજરાતમાં મળે તેમ છે. અને જ્યારે પરિણામ જાહેર થશે અને ગુજરાતમાં એકપણ બેઠક ભાજપને ઓછી મળશે ત્યારે મોદીએ ગુજરાતમાં જાહેરસભામાં કહ્યું હતું તેમ મિડિયામાં તેની ચર્ચા થશે કે મોદીને તેમના જ હોમ સ્ટેટમાં ઓછી બેઠકો કેમ મળી…!

विशेष नोट : लोकसभा के आम चुनाव का गुजराती न्यूज सर्विस (जी.एन.एस) द्रारा देश के ४२८ जिल्लो में कार्यरत लगु एवं मध्यम अखबारों के १३०० से ज्यादा पत्रकारों द्रारा किया गया फिल्ड सर्वे और इसके साथ ही ८०० से भी ज्यादा अखबारों के वरिष्ठ सम्पादको द्रारा अपने चुनाव विश्लेषण के साथ देश के राजनीतिक पंडितो के अपने अनुभव आकलन के आधार पर सभी राजनितिक पहलुओं को देखते हुए यह चुनाव एक्झीट पोल तैयार किया गई है।

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકયા રાજ્યમાં કઇ પાર્ટીને કેટલી મળશે સીટ……??
Next articleGNS exitpoll: ત્રિશંકુ લોકસભાનો સંકેત ગઠબંધનની બની શકે છે સરકાર……!?