(જી.એન.એસ) આણંદ, તા.9
કોંગ્રેસ ઉપાધ્યક્ષ ફરી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે, મોદી પર કર્યા આકરા પ્રહાર
ગુજરાતના દિલમાં જે અવાજ છે તે 22 વર્ષથી રાજ્ય સરકાર નથી સાંભળતી, વાજપાયીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ વિકાસનું કામ કર્યું છે
નરેન્દ્ર મોદીને બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપને જીત અપાવવા વિવિઘ પ્રકલ્પોના ઉદ્ઘાટન કરીને ગયા છે. ત્યારે આજે રાહુલ ગાંધી ફરીવાર ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મહેમદાવાદના ખાત્રજ ખાતેની સભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યની સરકાર 22 વર્ષથી ગુજરાતના દિલની વાત સાંભળતી નથી, કોંગ્રેસની સરકાર આવશે તો એ તમારા મનની વાત સાભળશે. તેમજ મોદીએ કોઇને પણ પૂછ્યા વગર નોટબંધી અને જીએસટી લાગુ કરી દીધી હોવાનું પણ જણાવ્યું હતું. રાહુલ ગાંધીની યાત્રા સંતરામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેમણે ફરી મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં બદલાવ આવી રહ્યો છે અને તેના કારણે મોદીના ચહેરા પરથી ચમક પણ ઉતરી ગઇ છે.
વાજપાયીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ વિકાસનું કામ કર્યું છે. કોઇપણ હિન્દુસ્તાની હિન્દુસ્તાનના વિકાસ અંગે પ્રશ્ન ઉઠાવે તો તે હિન્દુસ્તાનના કરોડો લોકો પર પ્રશ્ન ઉઠાવી રહ્યો છે. કારણ કે આ દેશને આ દેશની જનતાએ ઉભો કર્યો છે, કોઇ પાર્ટીએ કે વ્યક્તિએ ઉભો કર્યો છે. જ્યારે મોદી કહે છે કે 70 વર્ષમાં કંઇ નથી થયું તો તે કોંગ્રેસ સામે આંગળી નથી ઉઠાવી રહ્યાં તે તમારા માતા-પિતા, દાદા, પરદાદા અને તમારી પર ઉઠાવી રહ્યાં છે, આ દેશ અહીં સુધી પહોંચ્યો છે, તો એ હિન્દુસ્તાનના લોકોએ કર્યું છે. મોદી અને કોંગ્રેસ પાર્ટીમાં આટલો તફાવત છે. અમે દરેક હિન્દુસ્તાનીનો આદર કરીએ છીએ, અમે ક્યારેય નહીં કહીએ કે 70 વર્ષમાં દેશમાં કંઇ નથી થયું, કારણ કે આમ કહેવું એ હિન્દુસ્તાનની જનતા પર પ્રશ્ન ઉઠાવવા જેવો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં બદલાવ આવે છે, મોદીના ચહેરા પરથી ચમક ઉતરી ગઇ છે. ક્યારેક મોદી વિકાસની વાત કરી રહ્યાં છે, તો ક્યારેક યાત્રાઓ કાઢે છે. પહેલા ગૌરવ યાત્રા પછી નર્મદા યાત્રા, આદિવાસી વિકાસ યાત્રા, વિકાસ યાત્રા, યાત્રાઓ જ કાઢી રહ્યાં છે. ચૂંટણીના દિવસે પોલિંગ બૂથમાં પણ એક વની યાત્રા નિકળશે, ગુજરાતમાં બદલાવ લાવવાની યાત્રા, ગુજરાતનો અવાજ સાંભળવાની યાત્રા, ગુજરાતના લોકો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ 22 વર્ષથી પાર્ટી સાથે છે એ હું ક્યારેય નહીં ભૂલું. ટિકીટ વખતે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ સાંભળવામાં આવશે, ગુજરાતના લોકોની સરકાર બનશે. સરકાર બનશે એ તમારી વાત સાંભળશે.
રાજ્ય સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસનું પહેલું કામ જે પણ આવે તેની વાત સાંભળવી, વિકાસનું કોઇપણ કામ કરવાનું હોય, સાંભળ્યા વગર તે કરી શકાય નહીં. રાજ્યમાં 22 વર્ષથી જે સરકાર છે એ ગુજરાતના દિલમાં જે અવાજ છે, ખેડૂત, મજૂર, મહિલા કે નાના વેપારીઓ જે કહેવા માગે છે, તે સાંભળી રહી નથી. હું તમારું દર્દ સમજું છું. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે, જે અમારા મનની વાત નહીં પણ તમારા મનની વાત સાંભળશે.
રાહુલ ગાંધીએ કહ્યું, જીએસટીએ કોંગ્રેસનો વિચાર છે, આખા ભારતમાં એક ટેક્સ હોવો જોઇએ અને તેની લિમિટ 18 ટકા હોવી જોઇએ. અમે જનતા પાસે ગયા તેમને પૂછ્યું કે તમારે શું જોઇએ છે. તેમને અમને ત્રણ સૂચનો આપ્યા, એક ટેક્સ હોય, ટેક્સ ભરવાનું ફોર્મ એક હોય અને લિમિટ ઓછી હોય. પરંતુ નરેન્દ્ર મોદીએ કોઇને પણ કંઇ પૂછ્યા વગર 24 કલાકમાં રાત્રે 12 વાગ્યે જીએસટી લાગી કરી દીધી. ભાજપે તમારા મનની વાત સાંભળી નહીં, અમારી વાત પણ સાંભળી નહી. 28 ટકા ટેક્સ લાગુ કર્યો, પાંચ અલગ-અલગ ટેક્સ, દરેક પ્રદેશમાં જીએસટી નંબર લો, ટેક્સ ભરવા માટે ત્રણ-ત્રણ ફોર્મ ભરવા પડે છે. એક નાનો વેપારી મહિનામાં ત્રણ ફોર્મ કેવી રીતે ભરી શકે. જેનું કારણ એ થયું નાના વેપારીઓ ખતમ થઇ ગયા, બેરોજગારી વધી અને નુક્સાન થયું. નોટબંધી વખતે પણ મોદીએ કોઇને પૂછ્યું નહીં, લાખો લોકોએ નુક્સાન કર્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.