Home ગુજરાત મોદીએ સભામાં ગાંધીનગર-કલોલ, દહેગામની વાત કરી, માણસામાં ભાજપની પકડ હોવાથી હરખસુધ્ધાં ન...

મોદીએ સભામાં ગાંધીનગર-કલોલ, દહેગામની વાત કરી, માણસામાં ભાજપની પકડ હોવાથી હરખસુધ્ધાં ન ઉચ્ચાર્યો

25
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠક માટે દહેગામ ખાતે જનસભા સંબોધી હતી. જેમાં વડાપ્રધાને ગુજરાતના વિકાસ માટે ગાંધીનગરની પાંચેય બેઠકો કમળને જીતાડવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન નાગરિકોને જિલ્લાના તમામ બુથ પર રેકોર્ડબ્રેક મતદાન કરાવીને લોકશાહીને મજબૂત કરવાની સાથે તમામ બુથ પર ભાજપને જીતાડીને ભાજપને મજબૂત કરવાનું આહવાન કર્યું હતું. અઠવાડિયું બાકી છે, બધા મતદારોને મળો ત્યારે વડીલોને મારા વતી પગે લાગજો. એમને કહેજો આપણા નરેન્દ્રભાઈ દહેગામ આવ્યા હતા. એવુ ના કહેતા કે પીએમ સાહેબ આવ્યા હતા, આપણા નરેન્દ્રભાઈએ તમને પ્રમાણ પાઠવ્યા છે કહેજો અને આશીર્વાદ લેજો. આ આશીર્વાદ મને કામ કરવાની તાકાત આપે છે.

મને મારા ગાંધીનગર જિલ્લાના આશીર્વાદ જોઈએ. પ્રત્યેક વડીલના આશીર્વાદ જોઈએ છે.’ ઉલ્લેખનિય છે કે જિલ્લાની પાંચ બેઠકોમાંથી ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. પાટનગર ગાંધીનગર એવા ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર પણ કોંગ્રેસની રાજ હોવાનો રંજ ભાજપને પહેલાંથી જ છે. બીજી તરફ ગાંધીનગરના સાંસદ અમિત શાહના બેઠકના વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠક કલોલ પણ કોંગ્રેસના હાથમાં છે. જેને પગલે જિલ્લાની પાંચેય બેઠક પર જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાનને પોતાના આખા ભાષણમાં એકપણ વાર માણસાનું નામ બોલ્યા હતા. જોકે તેઓએ ગાંધીનગરની વાત કરતો હોય ત્યારે આખો જિલ્લો ગણવો તેમ પહેલાંથી જ કહીં દીધું હતું.

ગાંધીનગર દક્ષિણમાં ભાજપ મજબૂત છે, ગાંધીનગર ઉત્તર અને માણસા ખાતે પણ ભાજપને જીતનો વિશ્વાસ છે. કલોલ ખાતે કોંગ્રેસના બળદેવજી ઠાકોરની પકડ હોવાથી અને દહેગામ ખાતે ત્રિપાંખીયા જંગની સ્થિતિ હોવાને પગલે ભાજપને આ બંને બેઠકો પર જીતનો ડર સતાવી રહ્યો હોવાનું મનાય છે. જેને પગલે વડાપ્રધાને પોતાના આખા ભાષણમાં દહેગામ અને કલોલનું નામ વધારે બોલ્યા હોવાનું ભાજપના જ નેતાઓ માની રહ્યાં છે. ​​​​​​​વડાપ્રધાને કહ્યું હતું કે, ‘દહેગામ-કલોલ-ગાંધીનગરનું ત્રિકોણ આખા ગુજરાતને આર્થિક રીતે દોડાવનારું કેન્દ્ર બની જશે. ગિફ્ટસિટીનો વિકાસ થશે. દહેગામ અને કલોલનો આખો પટ્ટો વિકાસની એક નવી ઊંચાઈ સર કરશે.

ગાંધીનગર માટે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે,‘ગાંધીનગરમાં શિક્ષણના ક્ષેત્રમાં જે સુધારા થયા છે તેનો લાભ આખા ગુજરાતના મળી રહ્યો છે. ગાંધીનગરની વ્યવસ્થામાં સંસ્કાર, શિક્ષણ અને સ્કિલ છે. સભા પૂર્ણ થયા બાદ સ્ટેજથી થોડાક જ અંતરે કાળોતરાએ દેખા દેતા નાંદોલ ગામના સ્નેક કેચર વિનોદભાઈ પંચાલને કોલ કરાતા તેઓ સભા સ્થળે દોડી આવી સાપને સિફત પૂર્વક પકડી લઈ સલામત રીતે મુક્ત કરતા લોકોમાં હાશકારો થયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં મુન્દ્રા સેઝમાં ડીઆરઆઈએ 74 કરોડનાં બ્રાન્ડેડ કૉસ્મેટિક્સ જપ્ત કર્યા
Next articleવડોદરામાં એજીએસયુના નેતાઓએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર, મામલો પોલીસ મથકે પહોંચતા  સમાધાન થયુ