રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૫૬૬.૪૨ સામે ૬૦૮૬૧.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૪૦૫.૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૧.૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૧.૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૯૨૭.૪૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૨૭.૩૦ સામે ૧૮૦૮૨.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૬૯.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૬.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૪૪.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક આર્થિક મંદીના અહેવાલ વચ્ચે ચાઈનામાં ફરી તીવ્ર ઝડપે કોવિડના કેસો વધતાં વૈશ્વિક બજારોમાં એકંદર નરમાઈ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવાઈ હતી, જો કે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં મામૂલી વધારો કરવામાં આવશે એવા આપેલા સંકેત અને ચાઈનામાં કોવિડ અંકુશો હળવા થવાના અહેવાલો સાથે વૈશ્વિક બજારોમાં મજબૂત સાથે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. કોરોના મહામારીની સાથે યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વના પરિણામે વિશ્વભરમાં ખોરવાયેલી સપ્લાય – પુરવઠાની ચેઈનના પરિણામે ફુગાવા – મોંઘવારીના કારણે એક તરફ અમેરિકા, યુરોપના દેશો સાથે ભારતમાં વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરવાની ફરજ પડી છે ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં ભારતીય અર્થતંત્રને અડીખમ રાખવામાં સરકારની વિદેશ અને આર્થિક નીતિના સમન્વય સાથે ઘર આંગણે પુરવઠા સ્થિતિ જળવાઈ રહે એ માટે લેવાયેલા પગલાંથી પરિસ્થિતિ અંકુશમાં રહેતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ખરીદીએ પોઝિટિવ અસર જોવા મળી હતી.
તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને એફએમસીજી શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે મેટલ, કમોડિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, રિયલ્ટી, યુટિલિટીઝ, પાવર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ફંડોની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૩૬૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૧૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૫૦ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૪૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૭૧ અને વધનારની સંખ્યા ૨૫૩૯ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્ષ ૨૦૧૬માં બ્રેક્ઝિટ હોય કે પછી આરબીઆઈએ તોડી પાડેલ એનપીએનો પહાડ કે પછી વર્ષ ૨૦૧૯નો અવિસ્મરણીય કોરોના મહામારીનો કપરો કાળ હોય ભારતની આર્થિક વૃદ્ધિનો ઘોડો બુલંદ જ રહ્યો છે. ભારતની મજબૂત આર્થિક વિકાસની અવિરત ચાલતી જ આવી છે અને આગામી ૧૫ વર્ષ ભારત માટે સુવર્ણકાળ રહેવાનો અંદાજ સીઈઆરબીએ વ્યકત કર્યો છે. સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂત વૃદ્ધિ આગામી દોઢ દાયકા સુધી અવિરત ચાલશે. સતત ઉંચા વિકાસને કારણે ભારત ૨૦૩૭ સુધીમાં આર્થિક લીગ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી જશે. વર્ષ ૨૦૨૨માં ભારત અત્યારે પાંચમા સ્થાને છે. સંસ્થા દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ ૨૦૨૩માં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર આગામી પાંચ વર્ષમાં સરેરાશ ૬.૪%ના દરે વૃદ્ધિ કરશે. ત્યારબાદ આગામી નવ વર્ષ માટે સરેરાશ વૃદ્ધિ દર ૬.૫% રહી શકે છે.
આ વૃદ્ધિ દરથી એવું લાગે છે કે ભારત ૨૦૨૨માં ઇકોનોમિક લીગ ટેબલમાં પાંચમા ક્રમે હતું તે ૨૦૩૭માં ત્રીજા સ્થાને પહોંચી શકે છે. વર્ષ ૨૦૩૭ના વર્ષે ચીન વિશ્વમાં પ્રથમ અને અમેરિકા બીજા સ્થાને પહોંચશે. દેશની મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ સર્વિસ સેક્ટર સાથે જોડાયેલી છે. જોકે ભારતે હજુ પણ મોટા ટ્રાન્સફોર્મેશનલ રીફોર્મની જરૂર છે. દેશના લેબર ફોર્સનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્રે કાર્યરત છે. કોરોના મહામારીની દેશની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી છે. કોરોના દરમિયાન ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે કોરોનાના આંચકા સહન કર્યા બાદ ભારતમાં આર્થિક ગતિવિધિમાં જબરદસ્ત વધારો થયો છે. મજબૂત સ્થાનિક માંગને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં ભારતીય અર્થતંત્ર ૮.૭%ના દરે વૃદ્ધિ પામ્યું, જે વિશ્વમાં સૌથી વધુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.