રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૭૭૩.૮૭ સામે ૫૮૨૦૫.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૧૭૨.૪૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨૬.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૭.૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૦૩૧.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૯૨.૨૫ સામે ૧૭૪૦૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૮૩.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૦.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૯.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૪૧.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ વૈશ્વિક મોરચે ફુગાવો સતત ઘટીને આવતાં અને ક્રુડ ઓઈલના તૂટતાં ભાવોએ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહી કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીની આગામી દિવસોમાં સારી રહેવાની અપેક્ષાએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં બે દિવસની વેચવાલી બાદ આજે ફરી શેરોમાં ખરીદી કરતાં બજાર નેગેટીવ ઝોનમાંથી ફરી પોઝિટીવ જોનમાં આવી ગયું હતું અને નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગની મીનિટ્સમાં ફુગાવો અંકુશમાં રાખવા વ્યાજ દરની નીતિ આક્રમક રહેશે એવા અપાયેલા સંકેત છતાં આરંભમાં આઈટી – સોફટવેર સર્વિસિઝ શેરોમાં પ્રોફિટ બુકિંગે ઘટાડો જોવાયો હતો, પરંતુ ઘટાડે ફંડોએ મેટલ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેઝિક મટિરિયલ્સ અને એનર્જી શેરોમાં પસંદગીની લેવાલી કરતાં બીએસઇ સેન્સેક્સ આરંભિક ઘટાડો પચાવી અંતે ૨૫૭ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૧૪૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૨ અને વધનારની સંખ્યા ૨૧૧૨ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવાજન્ય દબાણો ઘટી રહ્યા હોવાના ખાસ પુરાવા નજરે પડતા નહીં હોવાનું જણાતા અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં વધુ વધારો આવવાના સંકેત આપ્યા છે. મધ્યમ ગાળે ફુગાવાની ચાલ સંદર્ભમાં અનિશ્ચિતતા ઘણી જ વધુ છે અને ફુગાવાના જોખમની સમતુલા વધારા તરફ જોવા મળી રહી છે. કોમોડિટી બજારમાંથી પૂરવઠાને લગતા આંચકાની પણ ફેડરલના કેટલાક સભ્યો દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી હોવાનું ફેડરલ ઓપન માર્કેટ કમિટિની ૨૬-૨૭ જુલાઈની બેઠકની રજુ થયેલી મિનિટસ પરથી જણાય છે. માર્ચથી રિટેલ ફુગાવો ૮%થી ઉપર રહ્યા કરે છે અને જુલાઈનો આંક ગયા વર્ષની સરખામણીએ ૮.૫૦% વધુ છે. જુનની સરખામણીએ જુલાઈનો આંક ભલે નીચો રહ્યો હોય તેમ છતાં તે ઊંચો છે. જુનનો ફુગાવો ચાલીસ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો.
નાણાં નીતિને સખત બનાવવાના પગલાંને ફુગાવો પ્રતિસાદ આપશે એમ કમિટિના સભ્યો માની રહ્યા છે. ઊંચા ફુગાવા તથા તેમાં વધારો થવાના જોખમને ધ્યાનમાં રાખી કમિટિના સભ્યો માની રહ્યા છે કે, ટૂંકા ગાળા માટે પોલિસી દરના મર્યાદિત વલણ જોખમ સંચાલનના દ્રષ્ટિકોણથી યોગ્ય બની રહેશે. ફુગાવાનું જોખમ હકીકતમાં રૂપાંતરિત થશે તો, ફુગાવાના સ્તરને ૨% પર પ્રસ્થાપિત કરવાની કામગીરી મુશકેલ બની રહેશે અને હાથ ધરાયેલી કામગીરીનું આર્થિક નુકસાન પણ ભોગવવાનું આવશે, એમ મિનિટસમાં ઉલ્લેખાયું છે. જુલાઈની બેઠકમાં ફેડરલે વ્યાજ દરમાં ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. વર્તમાન વર્ષના માર્ચથી ફેડરલે પોલિસી રેટમાં કુલ ૨૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.