Home દેશ - NATIONAL મુલાયમનો અખિલેશ પર પ્રહાર- જે બાપનો ન થઈ શક્યો, તે કોઈનો નહીં

મુલાયમનો અખિલેશ પર પ્રહાર- જે બાપનો ન થઈ શક્યો, તે કોઈનો નહીં

371
0

(જી.એન.એસ) તા.૧ લખનઉ.
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક હારનો સામનો કર્યા બાદ સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને સંસ્થાપક મુલાયમ સિંહે પોતાના દીકરા અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પર મોટો શાબ્દિક હુમલો કર્યો છે. તેઓએ કહ્યું, જે બાપનો ન થઈ શક્યો, તે કોઈનો ન થઈ જશે. મૈનપુરીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા મુલાયમ સિંહે કહ્યું કે તેમનું આટલું અપમાન ક્યારેય નહોતું થયું.
પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા મુલાયમ સિંહે કહ્યું કે, મેં અખિલેશને મુખ્યમંત્રી બનાવ્યો પરંતુ તેણે મારું પણ ન સાંભળ્યું. મુલાયમે ભારતીય રાજકારણનું ઉદાહરણ આપતા કહ્યું કે કોઈપણ બાપે પોતાની હાજરીમાં દીકરાને મુખ્યમંત્રી નહોતો બનાવ્યો પરંતુ મેં આવું કર્યું.
અખિલેશ યાદવ અને શિવપાલ યાદવના ઝઘડા વચ્ચે ફરી એકવાર મુલાયમ પોતાના ભાઈની સાથે ઊભેલા નજરે પડી રહ્યા છે. શિવપાલને મંત્રી પદેથી હટાવવા પર એસપીના પૂર્વ અધ્યક્ષે ફરીથી પોતાની નારાજગી જાહેર કરી. મુલાયમે કહ્યું, અખિલેશે પોતાના કાકા શિવપાલની સાથે ઠીક નહોતું કર્યું. શું કોઈ પોતાના જ કાકાને મંત્રીપદથી હટાવે છે? અખિલેશે આવું કર્યું, તે યોગ્ય નહોતું.
યુપી વિધાનસભા ચૂંટણીના અંતિમ ચરણ પહેલા મુલાયમ સિંહની પત્ની સાધના ગુપ્તાએ પણ સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ મુલાયમ સિંહનું અપમાન કરવામાં આવ્યું છે. સાધના ગુપ્તાએ એમ પણ કહ્યું હતું કે તેઓએ ક્યારેય પણ અખિલેશ અને પ્રતિકને અલગ નથી સમજ્યા.તેઓએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે અખિલેશ કોઈ બીજાના ઈશારે પરિવાર વિરુદ્ધ કામ કરી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleBJPના ગાયપ્રેમ પર ઓવૈસીનો કટાક્ષ, ‘યુપીમાં મમ્મી અને પૂર્વોત્તરમાં યમ્મી’
Next articleઅમરેલીમાં ગરમીથી પરેશાન 12 વનરાજના ગામથી સીમાડે નદીકાંઠે ધામા, ગ્રામજનો ભયમાં