(જી.એન.એસ) તા.૨૫
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ‘સુશાસન દિવસ’ નિમિત્તે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ વિભાગ અને SAC- ઈસરો વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.સ્પેસ ટેક્નોલોજીના ઉપયોગથી વોટર રિસોર્સ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકે તેમજ વિભાગના અધિકારીશ્રીઓની કેપેસિટી બિલ્ડીંગ થાય તે હેતુથી ટેકનિકલ કોલોબ્રેશન કરવામાં આવ્યું છે. જળ સંપત્તિ વિભાગ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર- ઈસરો વચ્ચે ટેકનિકલ કોલોબ્રેશન અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર માટે ડિજિટલ એલિવેશન મોડેલનો ઉપયોગ, હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરીના ઉપયોગથી વોટર રિસોર્સ-ઈરીગેશન નેટવર્કનું મેપીંગ અને ઇરીગેશન મેનેજમેન્ટ, સિઝનવાઈઝ ક્રોપ કવરેજ, ઈરીગેશન બેન્ચમાર્કિંગ, મોનિટરિંગ માટે ડેશબોર્ડ વિકસાવવું, હાઇડ્રોલોજિકલ મોડેલિંગ, રીવર મોર્ફોલોજીના અભ્યાસ,ફ્લડ મેનેજમેન્ટ, જીયો-સ્પેશિયલ અને ઇન-સિટુ ડેટાથી વેલીડેશન, રીઝરવોયર સેડીમેન્ટેશન, ભૂગર્ભ જળ સંરક્ષણ માટે ભૂગર્ભ જળના સ્તરનું મોનિટરીંગ, સેલિનીટી ઈન્ગ્રેસ મોનિટરિંગ, વોટર રિસોર્સ ક્ષેત્રે રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવા અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ આયોજિત કરી ક્ષમતા વધારવી જેવા કાર્યો કરવામાં આવશે.આ ટેકનિકલ કોલોબ્રેશન માટે કરવામાં આવતા MoUનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. આ સમયગાળા દરમિયાન જળ સંપત્તિ વિભાગમાં રિજિયોનલ લેવલ જિયો સ્પેશિયલ સેલ ઉભા કરી અલગ-અલગ રિજિયનમાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જળ સંપત્તિ વિભાગ દ્વારા રાજ્યમાં નવા વોટર કન્ઝરવેશન સ્ટ્રક્ચર્સ જેવા કે ડેમ, બેરેજ, વિયર, ચેકડેમ વગેરે બનાવવા તેમજ હયાત સ્ટ્રક્ચરોના મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે. વધુમાં ડેમોના કેનાલ નેટવર્ક અને અન્ય સ્ત્રોતો થકી ૩૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા કેનાલ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. વધુમાં, અમદાવાદ ખાતે આવેલા ભારત સરકારના ઈસરો હસ્તકના સ્પેસ એપ્લિકેશન સેન્ટર-SAC દ્વારા સ્પેસ ટેકનોલોજી આધારીત વિવિધ ક્ષેત્રો માટે એપ્લીકેશન વિકસાવવાની કામગીરી કરવામાં આવે છે.આ ઉપરાંત સૂચિત પાઈલોટ સ્ટડીસ તરીકે Waterlogging issues in Ghed area (Saurashtra), Salinity ingress in Saurashtra and South Gujarat અને Water conservation and aquifer recharge in North Gujaratનો સમાવેશ કરવામાં આવ્યો છે.ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ SAC – ઈસરોના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.