(જી.એન.એસ),તા.24
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ગાંધીનગરમાં લીધી હતી. 1 જુલાઈ 2024થી લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો પદ ભાર સંભાળ્યો છે. તેઓએ આ પદભાર સંભાળતા પૂર્વે દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડમાં સેવાઓ આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.