Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીયુત...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીયુત પ્રોફેસર ઇયાન માર્ટીન, ઓસ્ટ્રેલિયાના કોન્‍સ્યુલેટ જનરલ શ્રીયુત પોલ મર્ફી

52
0

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીયુત પ્રોફેસર ઇયાન માર્ટીને મુંબઈમાં ઓસ્ટ્રેલિયાના કોન્‍સ્યુલેટ જનરલ શ્રીયુત પોલ મર્ફી, સુશ્રી  રવનિત પાહવા, વાઇસ પ્રેસિડેન્‍ટ ગ્લોબલ અલાયન્‍સ, સી.ઈ.ઓ સાઉથ એશિયા ડીકીન યુનિવર્સિટી સાથે  ગાંધીનગરમાં લીધી હતી. તેમણે ડીકીન યુનિવર્સિટીને ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટી શરૂ કરવા માટેની પ્રારંભિક પ્રક્રિયાથી લઈને યુનિવર્સિટી સંકુલ ઊભું કરવા અને અભ્યાસક્રમો શરૂ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાત સરકારના સક્રિય સહયોગ અને પ્રો-એક્ટિવ અભિગમથી પાર પડી છે તે માટે મુખ્યમંત્રીશ્રી પ્રત્યે ખાસ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.

         મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમલી બનાવેલી નેશનલ એજ્યુકેશન પોલિસીને અનુરૂપ અભ્યાસ સુવિધા અને અભ્યાસક્રમોની પહેલ ગુજરાતમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ કરી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગિફ્ટ સિટી ફિનટેક હબ બનવા સાથે હાયર એજ્યુકેશન ફેસેલિટીઝનું પણ હબ બને તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે. આ હેતુસર ડીકીન યુનિવર્સિટીને જરૂરી સહયોગની તત્પરતા તેમણે વ્યક્ત કરી હતી.

         આ સંદર્ભમાં ડીકીન યુનિવર્સિટીએ ગિફ્ટ સિટીમાં એજ્યુકેશન, સ્કીલીંગ એન્‍ડ અપ સ્કીલીંગ, સ્કીલ ડેવલપમેન્ટ, ટીચર્સ એજ્યુકેશન તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સ્કૂલ એજ્યુકેશન જેવા બહુધા વિષયોને આવરી લેતા અભ્યાસક્રમો શરૂ કરવાનું વિચારણામાં છે તે ગુજરાતમાં એજ્યુકેશન સેક્ટરમાં એક નવી જ પ્રતિભા વિકસાવતી ઇકો સિસ્ટમ બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

         મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાતની ચર્ચાઓ દરમિયાન આગામી ઓલિમ્પિક્સ ૨૦૩૬ના આયોજન માટે ગુજરાત તૈયારી કરી રહ્યું છે તેની વિગતો આપતાં ઉમેર્યું કે, ઓસ્ટ્રેલિયા પાસે મેલબોર્ન અને સીડનીમાં ઓલિમ્પિક્સ આયોજન અને તે માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા લાંબાગાળા માટે તેના ઉપયોગનું જે અનુભવ જ્ઞાન છે તેનો લાભ ગુજરાતને પણ તેઓ આપે. તેમણે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, એક્સરસાઇઝ અને સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ સાથે ટેકનિકલ સ્કીલ એનહાન્‍સમેન્ટ અને ગુજરાત માટે નીડ બેઇઝ તથા રિસ્પોન્સિવ ટુ નીડ અભ્યાસક્રમોમાં પણ ડીકીન યુનિવર્સિટીના સહયોગની અપેક્ષા રાખી હતી. ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલરશ્રીએ પણ આ અંગે સકારાત્મક પ્રતિભાવ આપતા જણાવ્યું કે, તેમની યુનિવર્સિટી ફિનટેક સેક્ટરના તેમજ આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સમાં એનહાન્‍સમેન્ટ એક્ટીવિટીઝના અભ્યાસક્રમો ગિફ્ટ સિટીના યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરવાની છે.

         તેમણે જણાવ્યું કે, દેશભરના રાજ્યોના વિદ્યાર્થીઓ અહિં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ માટે આવે અને ગિફ્ટ સિટી કેમ્પસના છાત્રો ઓસ્ટ્રેલિયા જાય તેવા સ્ટુડન્ટ એક્સચેન્જ એન્ડ કનેક્ટ પ્રોગ્રામ પણ શરૂ કરવાની તેમની ઉત્સુકતા છે.

         મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન કોન્‍સ્યુલેટ જનરલ શ્રીયુત પોલ મર્ફી સાથેની વાતચીતમાં રિન્યુએબલ એનર્જી ખાસ કરીને ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, વિન્‍ડ એનર્જી વગેરેમાં ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામ કરી શકે તે દિશામાં પણ પરામર્શ કર્યો હતો. કચ્છમાં નિર્માણાધીન સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની વિગતો પણ તેમણે આપી હતી.

         એટલું જ નહિં ગુજરાત અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે જે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્‍ટ થયેલા છે તેને આગળ ધપાવવા SOP તૈયાર કરવા અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)
Next articleઆજ નું પંચાંગ (12/07/2024)