(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા. ૨૯ જૂન, શનિવારે બપોરે યોજાશે. નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો શનિવાર, તા. ૨૯મી જૂનના રોજ સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ૩-૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તા. ૨૬ થી ૨૮ના દિવસો દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા હોઈ દર મહિને નિયમિતપણે ચોથા ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ શનિવાર તા. ૨૯મી જૂને યોજવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.