(જી.એન.એસ) તા. 24
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમની આગામી કડી શનિવાર તા. ૨૯મી જુને યોજવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તા. ૨૬ થી ૨૮ના દિવસો દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાવાના હોવાના કારણે દર મહિને નિયમિત પણે ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગત કાર્યક્રમના દિવસમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવનારા સૌ નાગરિકો- રજૂઆત કર્તાઓને આ ફેરફારની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.