સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયા, સહકાર મંત્રી શ્રી રાજ્ય જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
(જી.એન.એસ),તા.૦૮
ગાંધીનગર,
ડો.બી.આર.આંબેડકર કો.ઓ.ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લિ.(ગાંધીનગર)ના અધ્યક્ષ શ્રી અમૃતલાલ પરમાર અને પેટ્રન તથા પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણાની યાદીમાં જણાવ્યાનુસાર ૧૦ માર્ચ ૨૦૨૪ ને રવિવારે, ગાંધીનગર સેક્ટર ૧૩ના રંગમંચ ખાતે સવારે ૧૦ કલાકે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતભરમાં એક નવતર પહેલ રૂપ ‘અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન’નું ઉદગાટન કરશે.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરિયા, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદો ડો.કિરીટભાઈ સોલંકી અને વિનોદભાઈ ચાવડા, પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજી ટૂંડિયા, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, પૂર્વ મંત્રીશ્રી કરસનદાસ સોનેરી, પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, ગાંધીનગર મેયર શ્રી હિતેશ મકવાણા, પૂર્વ સાંસદ શ્રી રાજુભાઈ પરમાર સહિત ધારાસભ્યશ્રીઓ-પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સમાજ આગેવાનો, સરકારશ્રીના પદાધિકારીઓ-અધિકારીઓ, સહકારી આગેવાનો સહિત ગુજરાત રાજ્યની બચત, ધિરાણ અને વિતરણ કરતી અનુસૂચિત જાતિની ૧૫૦ જેટલી સહકારી મંડળીઓના હોદ્દેદારો – સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આ ૧૫૦ જેટલી મંડળીઓ દોઢ લાખ ઉપરાંતના સભાસદો ધરાવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.