Home ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ભારતમાં રશિયન ફેડરેશનના રાજદૂત શ્રીયુત ડેનિસ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ભારતમાં રશિયન ફેડરેશનના રાજદૂત શ્રીયુત ડેનિસ અલીપોવ

16
0

ભારતના વિકાસ રોલ મોડલ સ્ટેટ ગુજરાત સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગીતા ઉપરાંત એજ્યુકેશનલ રિસર્ચ-એગ્રીકલ્ચર-ડાયમંડ- ટ્રેડ એન્ડ કોમર્સના ક્ષેત્રોમાં સહયોગ માટે રશિયન ફેડરેશનની ઉત્સુકતા

મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં હાઈ લેવલ ડેલીગેશન સાથે સહભાગી થવા નિમંત્રણ પાઠવ્યું

(જી.એન.એસ),તા.૦૪

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં રશિયન ફેડરેશનના રાજદૂત શ્રીયુત ડેનિસ અલીપોવે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩ના વર્ષમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રશિયાના અસ્ટ્રાખાનની મુલાકાત લીધી હતી તેના સંભારણા આ મૂલાકાત બેઠક દરમિયાન તાજા કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત દરમિયાન અનેક સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના પરિણામે ગુજરાત અને રશિયા વચ્ચે સંબંધોમાં સામાજિક, આર્થિક વિકાસમાં સહયોગી પ્રગતિ થઈ છે. નોર્થ-સાઉથ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારા અને મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશનથી મહત્વની ભૂમિકા ભજવવાનું છે તે સંદર્ભમાં પણ આ બેઠકમાં ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યા હતા.

રશિયન રાજદૂત શ્રીયુત ડેનિસ અલીપોવે ભારતના વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે ગુજરાતે મેળવેલી ખ્યાતિની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને એજ્યુકેશનલ રિસર્ચ, એગ્રીકલ્ચર, ડાયમંડ સેક્ટર્સ ઉપરાંત ટ્રેડ એન્ડ કોમર્સમાં ગુજરાત સાથે સહભાગીતાની તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં તેમને ગિફ્ટસિટીમાં એજ્યુકેશનલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની સ્થાપનાની તકો રહેલી હોવાની જાણકારી આપી હતી. ફિનટેક ક્ષેત્રે પણ ગિફ્ટસિટીમાં ઉજ્જવળ તકો છે તેમ તેમણે જણાવ્યું હતું.

રશિયન રાજદૂતે આ અંગે જણાવ્યું કે, ગિફ્ટસિટીમાં તેઓ એરક્રાફ્ટ લિઝિંગ ફેસેલિટીઝમાં પણ રસ ધરાવે છે. રશિયન ડાયમંડના પોલિશિંગ અને ટ્રેડ-બિઝનેસ માટે ગુજરાતમાં સુરતનું ડાયમંડ બુર્શ મહત્વનું કેન્દ્ર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં જામનગર ખાતે રિલાયન્સ સાથે રશિયન કંપનીના સહયોગથી કાર્યરત RSEPL તેમજ વાડીનારમાં નાયરા એનર્જીની રિફાઇનરીના કાર્યક્ષેત્રોની વિગતો પણ બેઠકમાં આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રશિયા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુખ્ય ભાગીદાર રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડિશનમાં રશિયાનું હાઇ લેવલ ડેલીગેશન જોડાય તે માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના ACS શ્રી હૈદર તેમજ ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે અને ઇન્ડેક્સ-બીના એમડી શ્રી ગૌરાંગ મકવાણા પણ જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરશિયન સંઘના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત ડેનિસ અલીપોવની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત
Next articleમાણસા તાલુકાના નાદરી અને ચાંદીસણા ગામના ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું